જોકે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનની દર્શકો રાહ જોઇ રહ્યા છે. તેવામાં આ ફિલ્મને લઇને અપડેટ છે કે, રોહિત શેટ્ટી સિંઘમ અગેઇનના ટ્રેલરને ૩ ઓકટોબરના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની ટીમની સાથેસાથે દર્શકોને પણ આ ફિલ્મ પાસે વધુ અપેક્ષા હોવાથી િફિલ્મના ટ્રેલર પર વધુ મહેનત કરવામાં આવી રહી છે. સિંઘમ અગેઇનમાં અજય દેવગણ સાથે અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીન ાકપૂર ખાન, દીપિકા પદુકોણ, અર્જુન કપૂર, ટાઇગર અને જેકી શ્રોફ જોવા મળવાના છે. આ ફિલ્મની રિલીઝ ૧ નવેમ્બરના રોજ કરવામાં આવશે. સિઘમ ફ્રેન્ચાઇજીની આ ત્રીજી ફિલ્મ બનશે તેમજ રોહિત શેટ્ટીની કોપ યુનિવરસની આ પાંચમી ફિલ્મ બનશે. 

સિંઘમ અગેઇન માટે રોહિત શેટ્ટી વધુ મહેનત કરી રહ્યો છે. તેમજ તે પોતાની ફિલ્મ વિશે વધુ પોઝિટિવ છે, તેથી જ તે આ ફિલ્મની રિલીઝ તારીખ બદલવા માંગતો નથી. સિંઘમ અગેઇન સાથેના બોક્સ ઓફિસ પરના સંઘર્ષનેટાળવા માટે કાર્તિક આર્યને પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૩ સાથે ટાળવા રોહિત શેટ્ટી અને અજય દેવગણ સાથે વાતચીત કરી હતી પરંતુ સમૂસુથરું પાર પડયું નહીં અને બોક્સ ઓફિસ પર આ બે ફિલ્મોનો ટકરાવ નક્કી છે.