ફિલ્મ પોન્નિયન સેલ્વન ટુની ઝોળીમાં ઘણા એવોર્ડ.

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકડમી એવોર્ડ એટલે કે આઇફા ૨૦૨૪ હાલ અબુધાબીમાં ધૂમ મચાવી રહ્યો છે. આ એવોર્ડ સમારંભ ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયો છે અને ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલવાનો  છે. જેમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ છવાઇ ગયા છે અને તમામ એવોર્ડ પોતાના નામે કર્યા છે. જેમાંઐશ્વર્યા રાયએ બેસ્ટએકટ્રેસનો એવોર્ડ મેળવ્યો છે. જ્યારે મણિરત્નમની પોન્નિયન સેલ્વન ટુની ઝોળીમાં ઘણા એવોર્ડ ગયા છે. જોક આઇફા એવોર્ડ ૨૦૨૪નો પ્રથમ દિવસ સાઉથ ઇન્ડસ્ટ્રીના નામે રહ્યો છે.રજનીકાન્તની ફિલ્મ જેલર બેસ્ટ પિકચર, ઐશ્વર્યા રાય બેસ્ટ એકટ્રેસ પોન્નિયન સેલ્વન ટુ, મણિરત્નમ પોન્નિયન સેલ્વન ટુબેસ્ટ મ્યુઝિક ડાયરકેશન એ આર રહેમાન પોન્નિયમ સેલ્વન ટુ, ઇન્ડિયન સિનેમાની વૂમેન ઓફ ધ ઇયર સામંથા રૂથ પ્રભુના તેમજ અન્યો સામેલ છે.  જ્યારે આ એવોર્ડ ફંકશનમાં શાહિદ કપૂર, કૃતિ સનોન સહિત બોલીવૂડ સ્ટાર્સના પરફોર્મન્સ જોવા મળવાના છે. તેમજ શાહરૂખ ખાન, વિક્કી કૌશલ, કરણ જોહર અને સિદ્ધાંત તુર્વેદી આઇફા ૨૦૨૪ની નાઇટને હોસ્ટ કરવાના છે.