જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

ઐશ્વર્યા રાય સાથે હંમેશા પુત્રી આરાધ્યા સાથેજ જોવા મળતી હોય છે. બન્ને મા-દીકરાના સાથે હોવા પર બોલીવૂડ તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચા થતી હોય છે. પરંતુ  આ વખતે ઐશ્વર્યાએ પુત્રી સાથેને સાથે જ રહેતી હોવાના પ્રશ્ર પર જડબાતોડ ઉત્તરઆપ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આઇફા એવોર્ડસ દરમિયાન ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે ગ્રીન કાર્પેટ પર પહોંચી હી. આ દરમિયાન તેની સાથે પાપારાત્ઝીઓએ વાતચીત કરી હતી. તો એક રિપોર્ટરે ઐશ્વર્યાને પ્રશ્ર કર્યો હતો કે, તમારી સાથે હંમેશા પુત્રી આરાધ્યા રહેતી હોવાથી તે બેસ્ટ શીખી રહી હશે. ત્યારે ઐશ્વર્યા એ  તે મીડિયાકર્મીને જડબાતોડ ઉત્તર આપતા કહ્યુ ંહતું કે, તે મારી દીકરી હોવાથી હંમેશા મારી સાથે જ હશે.

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાઅને આરાધ્યાના હંમેશા સાથે હોવા પર લોકો ટીપ્પણી કરી રહ્યા છે. જોકે મા-દીકરી બન્ને એકબીજાની કંપની માણી રહ્યા છે તેમજ તેમનું બોન્ડિંગ જાહેરમાં છતું થઇ રહ્યું છે.