જામનગરના વેપારી સાથે અમદાવાદના ટુર ઓપરેટર દ્વારા 17.48 લાખની છેતરપિંડી

ગ્રાહકોના બુકિંગના પૈસા પરત આપવા વેપારીએ પોતાનું મકાન વેચવું પડયું.ટુર ઓપરેટરે વેપારીના ૩૨૩ ગ્રાહકોનું ગોવાની ટુરનું બુકિંગ કેન્સલ કર્યા પછી પૈસા નહીં આપી હાથ ખંખેરી લીધા.

જામનગરના મરચાના એક વેપારીએ પોતાના ૩૨૩ ગ્રાહકો માટે અમદાવાદથી ગોવા જવા માટેની ટુર પેકેજનું બુકિંગ અમદાવાદની એક ટુર કંપની સાથે કરાવ્યા પછી બુકિંગ કેન્સલ થઈ જતાં ટુર પેકેજના ઓપરેટરે ૧૭.૪૮ લાખની રકમ પરત નહીં આપી હાથ ખંખેરી લીધા હતા. જેથી જામનગરના વેપારીએ અમદાવાદની ટૂર પેઢીના સંચાલક સામે છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત ગ્રાહકોના પૈસા પરત ચૂકવવા જામનગરના વેપારીને પોતાનું મકાન વેચી નાખવું પડયું હતું.

આ બનાવની વિગત એવી છે કે શહેરમાં રહેતા મુકેશભાઇ તારાચંદભાઇ શાહ મરચા સહિતની સામગ્રીનું વેચાણ કરવા માટેની આરાધ્ય સેલ્સ એજન્સી ચલાવે છે.જેણે  પોતાના ધંધા ના વિકાસ માટે તેઓની પેઢી સાથે જોડાયેલા જામનગરના ૩૨૩ જેટલા વેપારી ગ્રાહકો કે જેઓને ૨૦૨૦-૨૧ ની સાલમાં અમદાવાદથી ગોવાની ટુરનું પેકેજ આપ્યું હતું. અને તમામને જામનગર થી ત્રણ દિવસ અને ત્રણ રાતના રોકાણ સાથે ગોવાની ટ્રીપ કરાવવાનો પ્લાન કર્યો હતો. જે મુજબ દરેક વ્યક્તિ પાસેથી ૧૫,૮૦૦ ની રકમ મેળવી હતી અને ૩૨૩ ગ્રાહકોના કુલ ૧૭ લાખ ૪૮ હજારની રકમનો અમદાવાદની પેઢી હોલીડે ના સંચાલક આનંદભાઈ સોનીને રકમ આપીને બુકિંગ કરાવ્યું હતું.

પરંતુ કોરાના કાળ આવી જતાં બુકિંગ કેન્સલ કર્યું હતું, અને ટુર રદ કરવામાં આવી હતી. જેથી પેકેજના પૈસા અમદાવાદની પેઢીના સંચારક પાસે પરત માંગતાં લાંબા સમયથી આપ્યા ન હતા.ના છુટકે જામનગરના વેપારીએ પોતાનું મકાન વેચી નાખવાનો વારો આવ્યો હતો. અને તે રકમમાંથી પોતાના ગ્રાહકોને સાચવવાના ભાગરૂપે રકમ પરત ચૂકવી દીધી હતી. જયારે અમદાવાદની પેઢી પાસેથી પૈસા ની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તેણે કોઈપણ પ્રકારની રકમ આપી ન હોવાથી આખરે મામલો પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો. અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુકેશભાઈ તારાચંદ એ અમદાવાદની પેઢીના સંચાલક આનંદભાઈ સોની સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એન.પી. જોશી એ છેતરપિંડી અંગે ગુન્હો નોંધી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *