મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે.
વૃષભ : અડોશ-પડોશના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થાય.
મિથુન : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
કર્ક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.https://25e7d55b9a4de24410a058d2c8a9686b.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html
સિંહ : આપને કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
કન્યા : આપના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જવાથી રાહત જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવાય.
તુલા : ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
મકર : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. સંસ્થાકીય કામકાજ, જાહેરક્ષેત્રના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. આનંદ-ઉત્સાહ રહે.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
મીન : આપની બુધ્ધિ અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.