કાર્તિકનો રિયલ એસ્ટેટમાં વધુ એક સોદો.કાર્તિક અને તેની માતાએ ગયાં વર્ષે જુહુમાં આ ફલેટ ખરીદ્યો હતો.
કાર્તિક આર્યને મુંબઈના જુહુ એરિયામાં તેનો ફલેટ ભાડે આપી દીધો છે. આશરે ૧૮ કરોડના આ ફલેટનું તેને મહિને સાડા ચાર લાખ રુપિયા ભાડું મળશે. ૧૯૧૨ ચોરસ ફૂટના આ ફ્લેટ સાથે બે પાર્કિગંની પણ સગવડ છે. મુંબઇના જુહુ પાસેઆવેલ આ એપાર્ટમેન્ટ આવેલું છે જ્યાંથી સમુદ્ર કિનારો જોવા મળે છે. જુહુ એરિયામાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓના એપાર્ટમેન્ટ તેમજ બંગલા આવેલા છે. હજુ ગયાં વર્ષે જ કાર્તિકે તેની માતા સાથે આ ફલેટ ખરીદ્યો હતો. ૧૭ કરોડની બેઝિક પ્રાઈઝ ધરાવતા ફલેટ માટે તેણે ૧.૦૫ કરોડની સ્ટેમ્પ ડયૂટી અને ૩૦ હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ભરી હતી. કાર્તિકે અગાઉ શાહિદ કપૂરનો ફલેટ સાડા સાત લાખના ભાડેથી લીધો હતો. થોડા સમય પહેલાં જ કાર્તિકે અંધેરીમાં ૧૦ કરોડમાં ૨૦૯૯ ચોરસ ફૂટની કમર્શિઅલ સ્પેસ ખરીદી હતી.