એક્શન ફિલ્મનું પ્લાનિંગ હોવાની ચર્ચા.દિગ્દર્શક સિદ્ધાર્થ  આનંદની ઓફિસમાં બન્ને અભિનેતાઓ સાથે જોવા મળ્યા.

શાહરૂખ ખાન અને સૈફ અલી ખાન રૂપેરી પડદે ફરી સાથે જોવા મળે તેવી સંભાવના છે. બન્ને અભિનેતાઓ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ઓફિસમાં સાથે જોવા મળ્યા હતા. તેથી  એવી અટકળ  થઈ રહી છે કે આ જોડી ફરી રૂપેરી પડદે સાથે દેખાશે.સિદ્ધાર્થ આનંદે  ‘ફાઇટર ‘ અને ‘પઠાણ’ જેવીએકશન ફિલ્મો બનાવી હોવાથી આ વખતે તે શાહરૂખ અને સિદ્ધાર્થને લઇને એકશન ફિલ્મ બનાવશે તેવી પણ અટકળ થઇ રહી છે. જોકે શાહરૂખ, સૈફ તેમજ સિદ્ધાર્થ આનંદે આ બાબતે કોઇ સમર્થન આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને સૈફ અલી ખાનની જોડીએ ભૂતકાળમાં  ‘કલ હો ના હો’ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમની જોડીને દર્શકોએ પસંદ કરી હતી તેમની કોમિક ટાઇમિંગ પણ જબરદસ્ત હતી.