કેટલાક સમયથી બંને સાથે દેખાયાં નથી. હૃતિકની ગર્લફ્રેન્ડ હોવાના કારણે સબા આઝાદને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું બંધ થઈ ગયું હતું.
હૃતિક રોશન અને સબા આઝાદ વચ્ચે બ્રેક અપ થઈ ગયાનું કહેવાય છે. હૃતિક કરતાં ૧૨ વર્ષ નાની સબાને હૃતિકની ગર્લફ્રેન્ડ હોવાના કારણે ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું ન હતું. ખુદ સબાએ પણ આ અંગે ફરિયાદ કરી હતી. સબા ખુદ એક એક્ટર, સિંગર અને મ્યુઝિશિયન પણ છે. પરંતુ, કેટલાક સમયથી તેની કારકિર્દી સ્થગિત થઈ ગઈ હતી. કહેવાય છે કે, સબા આઝાદે પોતાની કારકિર્દી ખાતર ઋતિક રોશનનો સાથ છોડી દીધો છે. બંનેએ ૨૦૨૨માં પોતાનાં રિલેશનશિપની અધિકૃત ઘોષણા કરી હતી. બંને પારિવારિક પ્રસંગોમાં તથા પિકનિક પર પણ સાથે જોવા મળતાં હતાં. જોકે, કેટલાય સમયથી કેટલાક સામાજિક પ્રસંગોમાં હૃતિક એકલો જ જોવા મળે છે. હૃતિકના અગાઉ સુઝાન ખાનથી છૂટાછેડા થઈ ચૂક્યા છે. આ સિવાય કંગના રણૌત તથા વિદેશી અભિનેત્રી બાર્બરા મોરી સાથે પણ તેનાં અફેર ચર્ચાઈ ચૂક્યાં છે.