કપિલે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. નિર્માતાએ બીજા ભાગ માટે અક્ષય કુમાર સાથે વાત ચાલતી હોવાનું કહ્યું.

કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું’ની સીકવલ બની રહી છે. પરંતુ, તેમાં કપિલ શર્માને રીપિટ કરાશે કે કેમ તે અંગે  અટકળો સેવાય છે.  આ ફિલ્મ ૨૦૧૫માં આવી હતી. આ ફિલ્મથી કપિલ શર્માએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે  નિર્માતા રતન જૈને કન્ફર્મ કર્યું છે કે અમે કિસ કિસરો પ્યાર કરુ ફિલ્મની સીકવલ પર વિચાર કરી રહ્યા છીએ. અક્ષય કુમાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમને આશા છે કે, બધુ સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે. પરંતુ તેમણ ફિલ્મમાં કપિલ શર્માને રીપિટ કરવા બાબતે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી.