મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યાકરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ : વાણીની સંયમતા રાખીને શાંતિથી આપનું કામકાજ કરી લેવું. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય.

મિથુન : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઊતાવળ કરવી નહીં. માતૃપક્ષની ચિંતા જણાય.

કર્ક : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અગત્યના કામ અંગેની મુલાકાત થાય.

સિંહ : સીઝનલ-ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી આનંદ જણાય. આપના કામનો ધીરે-ધીરે ઊકેલ આવતો જાય.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.

તુલા : આપની ગણત્રી-ધારણા અવળી પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવું પડે.

વૃશ્ચિક : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામકરવાનો ઉત્સાહ વધે.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. દિવસ પસાર થાય તેમ કામનો ઉકેલ આવે.

મકર : અગત્યના કામની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. નોકરી-ધંધાથી કામકાજ અર્થે બહાર કે બહાર ગામ જવાનું થાય.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપને ચુસ્તી-બેચેની વ્યગ્રતા રહે. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી.

મીન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. મિલન-મુલાકાત થઈ શકે.