આ ફિલ્મ માટે હવે કરીના કપૂર સાથે અભિનેતા માટે ફરી શોધ
આયુષ્માન ખુરાના પોતાની અભિનય ક્ષમતા માટે જાણીતો છે. તે મેઘના ગુલઝાર સાથે એક ફિલ્મમાં કામ કરવાનો હતો. પરંતુ હવે કહેવાય છે કે, આ ફિલ્મ તેણે વ્યસ્ત શેડયૂલના કારણે છોડી દીધી છે. આયુષ્માન ખુપાએ પોતાના વ્યસ્ત શેડયુલના કારણે આ ફિલ્મ સાઇન કરવાનો ઇન્કાર કરી દીધો છે. રિપોર્ટસના અનુસાર, ફિલ્મની શૂટિંગની તારીખ, આયુષ્માન ખુરાનાનો જુનો પ્રોજેક્ટ અને મ્યૂઝિક ટૂરની તારીખો ક્લેશ થઇ રહી છે. આ જ કારણે અભિનેતાએ ફિલ્મ સાઇન કરવાનો નનૈયો ભણી દીધો છે. હવે મેઘના ગુલઝારે કરીના કપૂરની સાથે કામ કરવા માટે ફરી એક અભિનેતાની શોધ કરવી પડશે. મેઘના ગુલઝાર આયુષ્માન ખુરાના અને કરીના કપૂર સાથે એક અનટાઇટલ્ડ ફિલ્મ કરવાનો હતો. આ ફિલ્મની વાર્તા ૨૦૧૯ના હૈદરાબાદના રેપ કેસ અને મર્ડર પર આધારિત છે. જુન મહિનામાં એવા સમાચાર હતા કે, આયુષ્માન ખુરાના અને કરીના કપૂર એક ફિલ્મમાં પ્રથમ વખત સાથે કામ કરવાના છ.ે પરંતુ હવે આયુષ્યમાન ખુરાના આ ફિલ્મમાંથી નીકળી ગયો છે.