ચહેરાને નિખારતું હળદરનું પાણી

રસોડામાં ઉપયોગમાં આવતી હળદર ઓષધિ તરીકે ઉપરાંત સુંદરતાના નિખાર માટે પણ જાણીતી છે. તે આપણા શરીર માટે આવશ્યક છે. તેમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ સમાયેલા હોય છે. હળદરથી હિંદુ ધર્મમાં લગ્ન પહેલાં હલદીની વિધી કરવામાં આવતી હોય છે. જેમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટ અને કરક્યૂમિન ત્વચાને ચમકીલી અને સુંદર બનાવામાં અસરકારક હોય છે. ઘણા સૌંદર્ય પ્રસાધનોમાં હળદર ભેળવવામાં આવતી હોય છે. હળદરના પાણીનો ઉપયોગ ચહેરા પર ફાયદાકારક નીવડે છે. 

૧ લીટર પાણીને ઉકાળવું અને તેમાં બે ચમચા હળદર પાવડર ઉમેરવો. આખી હળદર હોય તો તેને ખમણીને પાણીમાં નાખવી. થોડી વાર સુધી પાણી ઉકળવા દઇ ચુલો ઠારી નાખવો. પાણી ઠંડુ પડે પછી ચહેરો ધોઇ નાખવો. કોટનને પાણીમાં ડુબાડી ચહેરા પર ફેરવી શકાય છે. 

ચહેરાને ચમકીલું બનાવે છે

ચમકીલી ત્વચાની સહુને ઇચ્છા હોય છે. પ્રદૂષણ અને સ્ટ્રેસને કારણે ત્વચા ધીમે ધીમે નિસ્તેજ અને ડલ થઇ જતી હોય છે. તેને ફરી ચમકીલી કરવા માટે હળદરયુક્ત પાણીનો ઉપયોગ કરી શકાય છે. તેમાં સમાયેલા ેએન્ટી ઓક્સીડન્ટ ગુણ ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્લીડન્ટ ત્વચાને ફરી સુંદર બનાવામાં  સહાયક છે. 

ખીલથી રાહત

ખીલની સમસ્યા મોટા ભાગે યુવાપેઢીને સતાવતી હોય છે. તેનાથી રાહત પામવા માટે બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનનોના પણ ઉપયોગ કરવામાં આવતા હોય છે. પરંતુ હળદરના પાણીનો ઉપયોગથી રાહત થાય છે. ત્વચામાં થતી ખંજવાળ, બળતરાથી પણ રાહત થાય છે. તેના એન્ટીસેપ્ટિક ગુણ ખીલની સમસ્યાથી છુટકારો અપાવે છે. 

આંખની આસપાસના કાળા કુંડાળા

અનિંદ્રા, થાક, તડકામાં વધારે પડતું બહાર  ફરવું  તેમજ વારસાગત કારણોસર આંખની આસપાસ કાળા કુંડાળા જોવા મળતા હોય છે. હળદરનું પાણી આ કુંડાળા પર લગાડવાથી ધીમે ધીમે આછા થતા જાય છે. તે બ્લડ સરક્યુલેશન વધારે છે અને આંખ તેમજ ચહેરા પરના સોજાને પણ દૂર કરે છે. 

વધતી વયના લક્ષણો 

અકાળે વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાય તો તેને દૂર કરવામાં સહાયક છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને હાનિ પહોંચાડતા હોય છે. 

આ કિરણોના પ્રભાવથી  અકાળે વૃદ્ધાવસ્થાના લક્ષણો જોવા મળે છે. આ કિરણોના પ્રભાવથી ત્વચા પરનું કુદરતી તેલ નાશ પામે છે પરણામે કરચલી અને ફાઇન લાઇન્સ જોવા મળે છે. હળદરમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સને રોકે છે જેથી ત્વચા પર અકાળે વૃદ્ધાવસ્થાના લક્ષણ જોવા મળતા નથી. 

વાન નિખારે

ત્વચાનો વાન નિખારવા માટે હળદર ઉપયોગી છે. આર્યુવેદમાં તેને ત્વચાની રંગત નિખારવા માટે ઉત્તમ માનવામાં આવી છે. ત્વચા પરના ચકતા અને સ્કિન ટોનને સમાન કરવા માટે હળદર ફાયદાકારક હોય છે. હળદરના પાણીના ઉપયોગથી  ચહેરાનો નિખાર વધારી શકાય છે. ફક્ત ત્રણ અઠવાડિયા સુધી ઉપયોગ કરવાથી ફાયદાકારક પરિણામ આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *