આજકાલ મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ થવા લાગી છે. ફળ અને શાકભાજીમાં કલર અને હાનિકારક કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે. ફળને પકવવા અને મોટા કરવા માટે ઇન્જેક્શન લગાવવામાં આવે છે. આવા ફળ અને શાકભાજી માર્કેટમાં આડેધડ વેચાઈ જઈ રહ્યા છે. હવે તમે વિચારો કે આવા ફળ અને શાકભાજી તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી રહ્યાં હશે કે નુકસાન? જો કે ભેળસેળના આ સમયમાં કેટલીક એવી વસ્તુ પણ છે જે આ ભેળસેળના ઝેરથી દૂર છે. તેમાં નહિવત માત્રામાં ભેળસેળ હોય છે. આ ફળોની યાદીમાં જાંબુનું નામ પણ સામેલ છે. વરસાદની સિઝનમાં મળતા જાંબુના ફળમાં ભેળસેળ નહીવત માત્રામાં હોય છે. તેથી આ સિઝનમાં જાંબુના ફળને ડાયટમાં જરૂર સામેલ કરવા. જાંબુ ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સાથે અનેક ફાયદા પહોંચાડે છે.
જાંબુ ખાવાના ફાયદા
બ્લડ શુગર કંટ્રોલ કરે છે
ડાયાબિટીસના દર્દી માટે જાંબુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એક એવું ફળ છે જેનાથી બ્લડ શુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ ગમે તેટલા જાંબુ ખાઈ શકે છે. જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
જાંબુ હાઈ બ્લડપ્રેશર દર્દી માટે પણ ફાયદાકારક છે. જાંબુમાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે. જેનાથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
જાંબુ ફાઈબરથી ભરપૂર અને લો કેલેરી ફૂડ છે. જેનાથી પેટ સરળતાથી ભરાય છે અને સ્થૂળતા ઓછી થાય છે. જાંબુ પાચનમાં સુધારો કરે છે, તેથી વેઈટ લોસ ડાયટમાં જાંબુ સામેલ કરો.
હિમોગ્લોબિન વધારે છે
જાંબુમાં વિટામીન સી મળી આવે છે. તેનાથી શરીરમાં આયરનની ઉણપ પણ ઓછી થાય છે. જાંબુ ખાવાથી હિમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે. જાંબુ ખાવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.
દાંતના પેઢાંને સ્વસ્થ રાખે છે
જે લોકોને મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા હોય તેમણે જાંબુ ખાવા જોઈએ. પેઢામાંથી લોહી નીકળતું હોય તો તેના માટે જાંબુ ફાયદાકારક છે. તેમાં ઘણા એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ઓરલ હેલ્થમાં સુધારો લાવે છે.
સ્કિનને ગ્લોઇંગ બનાવે છે
જાંબુ વિટામીન અને મિનરલનું પાવર હાઉસ છે. જાંબુમાં વિટામીન એ, આયરન અને એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે. તે તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.