અમદાવાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાધારણ થઇ છે અને અત્યાર સુધી સરેરાશ 5 ઈંચ સાથે મોસમનો 18.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 8 જુલાઈ સુધી 9.33 ઈચ સાથે સિઝનનો 34.61 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ધોળકામાં સૌથી ઓછો 3.77 ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે 8 જુલાઇ સુધીમાં ધંધુકામાં સૌથી વધુ 22.51 ઈંચ, અમદાવાદ શહેરમાં 14.21 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં આ અગાઉ 2022માં પણ ચોમાસાની ધીમી શરૂઆત થઇ હતી અને એ વખતે 8 જુલાઈ સુધી માત્ર 10 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે (9 જુલાઈ) અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં વરસાદની મંગળવારે 70 ટકા, બુધવારે 94 ટકા, ગુરુવારે 40 ટકા જેટલી સંભાવના છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *