જોકે અભિનેત્રીએ તેને જડબાતોડ ઉત્તર આપ્યો
સામંથારૂથ પ્રભુએ વાયરલ ઇન્ફેકશનની ટ્રીટમેન્ટ માટે એક ઉપચાર સુઝવ્યો હતો, જે જોઇને એક ડોકટર ભડકી ગયો છે. તેણે ગુસ્સે થઇને સામંથાને જેલમાં ધકેલી દેવાની વાત કરી છે.જોકે સામંથાએ પણ એ ડોકટરને જડબાતોડ ઉત્તર આપ્યો છે.વાત એમ બની છે કે, હાલમાં સામંથાએ એક પોસ્ટમાં વાયરલ ઇન્ફેકશનનો ઇલાજ જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, દવા લેવાની બદવે નેબુલાઇઝરમાં હાઇડ્રોજન પેરોકસાઇડ અને ડિસ્ટિલડ વોટરનો ઉપયોગ કરવો જોઇએ. આ મિશ્રણ રામબાણ ઇલાજની માફક કરે છે. સાથેસાથે તેણે એમ પણ કહ્યુ ંહતું કે, શક્ય હોય ત્યાં સુધી દવાઓના ઉપયોગથી બચવું જોઇએ.
સામંથાની આ સલાહથી એક ડોકટર ભડક્યો હતો અને તેણે અભિનેત્રીને નિશાના પર લઇને પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે અભિનેત્રીને અભણ, ગંવાર અને મેડકિન્સ સાયન્સનું કોઇ જ્ઞાાન ન હોવાનું કહ્યું હતું. તેણે હાઇડ્રોજન પેરેક્સાઇડ સુંઘવું જોખની છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લોકોએ આવા ઇલાજ કરીને પોતાના સ્વાસ્થ્યને જોખમમાં નાખવું ન જોઇએ. આવી સલાહ આપનારાઓને જેલની સજાની સાથેસાથે દંડ પણ કરવો જોઇએ. સામંતાએ આ ડોકટરન ેજડબાતોડ ઉત્તર આપતાં કહ્યું છે કે,મને આ ઇલાજ એક ક્વોલીફાઇડ ડોકટરે આપ્યો હતો, જેની પાસે એમડીની ડિગ્રી છે. હું છેલ્લા ઘણા મહિનાઓથી અલગ-અલગ દેવાઓ લેતી હતી. મેં જે ઇલાજ જણાવ્યો છે તેનો મેં અનુભવ કર્યો છે. મને વિશ્વાસ છે કે, એ અન્યો માટે પણ ફાયદાકારક જ સાબિત થશે. હું મૂરખ નથી કે, કોઇના સ્વાસ્થ્યને જોખમમાં નાખવાની સલાહ આપું. લોકોને ઇલાજ જણાવાની મારી મંચ્છા સાફ હતી. મેં છેલ્લા થોડા વરસોમાં સ્વાસ્થ્યના કારણે જે ભોગવ્યું છે, તે હું જ જાણું છું. ઇલાજ આર્થિક રૂપે થકાવી દેનારો હોય છે. ઘણા લોકો બીમારીના ઇલાજ પાછળ ખર્ચ કરવા સક્ષમ નથી હોતા.