કૃતિ લવ લખેલું ટીશર્ટ પહેરી બોયફ્રેન્ડને મળવા લંડન ગઈ

કૃતિ અને કબીર બહિયા વચ્ચે ડેટિંગની  અટકળો. કૃતિએ અગાઉ કેપ્શન મૂક્યું હતું, લંડન મારું હૃદય તારી પાસે હોવાથી હું જલ્દી પાછી આવીશ.

કૃતિ સેનન લવ લખેલું ટીશર્ટ પહેરી લંડન જવા રવાના થઈ હતી. તે લંડન તેના બોયફ્રેન્ડ કબીર બહિયાને મળવા પહોંચી હોવાનું મનાય છે. કૃતિ અને કબીર બે મહિનાથી તેઓ ડેટિંગ કરી રહ્યા છે. એક પાર્ટીમાં તેઓ મળ્યાં બાદ પરિચયમાં આવ્યાં હતાં. તે પછી કૃતિ તેના બોયફ્રેન્ડ સાથે લંડનમાં શોપિંગ કરી રહી હોવાની તસવીરો પણ વાયરલ થઈ હતી. થોડા  દિવસો પહેલા જ  કૃતિએ   પોતાના લંડનના વેકેશનનો ઉલ્લેખ કરીને તસવીર સાથે એક કેપ્શન મુક્યું હતું કે, લંડન તારી પાસે મારું હૃદય હોવાથી હું જલદી જ પાછી ત્યાં આવીશ. તેના પરથી ચાહકો  ે અનુમાન લગાવી રહ્યા છે કે, તે લંડન તેના બોયફ્રેન્ડ કબીર બહિયાને મળવા ગઇ છે. કબીર બહિયા એક બિઝનેસમેન છે. જોકે, તેણે કૃતિ સાથેની પોતાની રિલેશનશિપ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *