મેષ : આપના કામમાં સાનુકુળતા રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થઇ શકે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક થાય.
વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા રહે. આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું. ખર્ચ ખરીદી જણાય.
કર્ક : આપના કામનો ઉકેલ આવવાથી આપના દોડધામ શ્રમમાં ઘટાડો થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનની ચિંતા રહે.
સિંહ : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. મહત્ત્વના નિર્ણય મુલતવી રાખવા.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત પરંતુ સાવધાની રાખવી.
તુલા : દિવસના પ્રાંરભથી જ આપને તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. વિચારોની દ્વિધા અસમંજસતા રહે.
ધન : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામમાં ધ્યાન.
મકર : વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સંતાનની ચિંતા રહે.
કુંભ : જમીન-મકાન-વાહનના કામકાજમાં રૂકાવટ વિલંબ જણાય. કામ પુરું ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે. ખર્ચ જણાય.
મીન : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસમા સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં રૂકાવટ રહે.