ચંદુ ચેમ્પિયનનું બોક્સ ઓફિસ કલેકશન અપેક્ષા કરતાં ઓછું

વીકેન્ડમાં પણ આ ફિલ્મને મુંજ્યા ફિલ્મ નડી જશે તેવો ભય નિર્માતાઓ સેવી રહ્યા છે.

કાર્તિક આર્યનની  ફિલ્મ ચંદુ ચેમ્પિયન શુક્રવારે રિલીઝ થઇ છે. જે સ્પોર્ટસ ડ્રામા છે. પેરાલંપિક ગોલ્ડ મેડાલિસ્ટ મુરલીકાંત પેટકરની જિંદગી પર આધારિત છે. જેમાં કાર્તિકે મુરલીકાંતની ભૂમિકા ભજવી છે. ઓપનિંગ ડેના આ ફિલ્મનું કલેકશન ફક્ત ૪.૭૫ કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું જે અપેક્ષા કરતાં ઘણું ઓછું છે. ફિલ્મસર્જકની આશાપર પાણી ફરી ગયું છે. કાર્તિકની અત્યાર સુધીની ફિલ્મોની ઓપનિંગ ડેની કમાણી ૬ કરોડથી વધુ રહી છે. ફિલ્ની એડવાન્સ બુકિંગ ની ટિકીટની કિંમત જોઇનએ અંદાજ લગાડવામાં આવ્યો હતો કે, ચંદૂ ચેમ્પિયન પ્રથમ દિવસના ૬ થી ૭ કરોડ રૂપિયાની કમાણી કરી લેશે, પરંતુ તેનું ઓપનિંગ કલેકશન નિરાશાજનક રહ્યું છે.  જ્યારે ફિલ્મ મુંજ્યાએ અત્યાર સુધીમાં ૪૦.૨૫ કરોડનું કલેકશન કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે,  ફિલ્મ  મુંજ્યા તેના બીજા વીકેન્ડમાં એન્ટર થઇ ગઇ છે. હજી આ ફિલ્મની મૂસીબત ઓછી થઇ નથી. વીકેન્ડ પર આ ફિલ્મના કલેકશનમાં ફિલ્મ મુંજ્યા નડવાની છે. જેને દર્શકો પણ મળી રહ્યા છે અને ફિલમ બોક્સ ઓફિસ પર નાણાં રળી રહી છે. એવામાં કાર્તિક આર્યનની ફિલ્મ શનિવાર અને રવિવારે કેટલી કમાણી કરે છે તે સમય જ દાખવશે.અત્યાર સુધીમાં  મુંજ્યા  ફિલ્મ ૪૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ કમાણી કરી લીધી છે. 

ઉલ્લેખનીય છે કે, કાર્તિકે અત્યાર સુધીની કરેલી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં ઘણી મહેનત કરી છે. તેણે આ ફિલ્મમાં પ્રથમ વખત ગંભીર રોલ નિભાવ્યો છે. કાર્તિક આજની પેઢીનો માનીતો અભિનેતા હોવાથી નિર્માતાને તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર અઢળક નાણાં ઠલવશે તેવો ભરોસો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં આશા ઠગારો નીવડે તેવી પૂરી શક્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *