અગાઉ આ ફિલ્મમાં થોર ફ્રેન્ચાઈઝીનાં એક્શન દૃશ્યોની બેઠી નકલનો પણ આરોપ.

પ્રભાાસ અને દીપિકાની ફિલ્મ ‘કલ્કિ ૨૯૯૮ એડી’ હજુ તો ટ્રેલર રીલિઝ થવા સાથે જ ઉઠાંતરીના વિવાદોમાં સપડાવા લાગી છે. આ પહેલાં ફિલ્મનાં એક્શન દૃશ્યોમાં હોલીવૂડની ‘થોર ફ્રેન્ચાઈઝી’નાં એક્શન દૃશ્યોની બેઠી નકલ કરાઈ હોવાનું કેટલાક ચકોર દર્શકોએ નોંધ્યા બાદ હવે ફિલ્મમાં સાઉથ કોરિયાના એક આર્ટિસ્ટનાં આર્ટવર્કની પણ ઉઠાંતરી કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે. 

સાઉથ કોરિયાના કન્સેપ્ટ આર્ટિસ્ટ સુંગ ચોઈએ ફિલ્મના ટ્રેલરનો  સ્ક્રીન શોટ તથા પોતાની કૃતિનું પિક્ચર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેણે લખ્યું હતું કે કોઈની મંજૂરી વિના આર્ટ વર્કનો ઉપયોગ કરવો એ ગેરકાયદેસર તથા અનૈતિક છે.   સુંગ ચોઇ એક કોન્સેપ્ટ આર્ટિસ્ટ છે  તેણે ભૂતકાળમાં હોલીવૂડના ડિઝની સહિતના પ્રોડક્શન હાઉસ માટે   કા મકર્યું છે. ઓટીટી પર પણ સંખ્યાબંધ વેબ શો માટે તેણે કામ કર્યું છે. 

સુંગ ચોઈની આ પોસ્ટ પછી ચાહકો ‘કલ્કિ’ના સર્જકો પર ફિટકાર વરસાવી રહ્યા છે. ૫૦૦-૬૦૦ કરોડ શું ચોરી ક્યાંથી કરવી તે શોધવામાં જ વાપર્યા છે કે શું તેવી આકરી ટીકા પણ ચાહકો   કરી રહ્યા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *