પ્રખ્યાત ડિરેક્ટર નાગરાજ મંજુલેની સીરિઝ.એક મટકા કિંગના જીવન પર આધારિત હોવાની ધારણાઃ જોકે કાલ્પનિક હોવાનો સર્જકોનો દાવો.

વિજય વર્મા આગામી વેબ સીરિઝમાં એક મટકા કિંગની ભૂમિકામાં દેખાશે. આ સીરિઝ મુંબઈમાં દાયકાઓ અગાઉ જાણીતા એક મટકા કિંગની જીવનકથા પર આધારિત હોવાની ધારણા છે. જોકે, સીરિઝના મેકર્સના દાવા અનુસાર તેઓ સંપૂર્ણ પણે કાલ્પનિક કથા પરથી આ સીરિઝ બનાવી રહ્યા છે. સીરિઝના દિગ્દર્શક ખ્યાતનામ સર્જક નાગરાજ  મંજુલે હશે. નાગરાજ મંજુલેની મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ ભારતભરતમાં હિટ બની હતી. તે પછી ઓટીટી પર તેમની  સીરિઝ ‘સિટી ઓફ ડ્રિમ્સ’ પણ બહુ વખણાઈ હતી. 

વેબ સીરિઝની ટીમના દાવા અનુસાર આ કથા મુંબઈમાં કોટનનો એક વેપારી કેવી રીતે મટકાનો ધંધો શરુ કરે છે અને પોતાનું સામ્રાજ્ય જમાવે છે તેના પર આધારિત હશે.  ખુદ નાગરાજ મંજુલે ઉપરાંત અભય કોરાણેએ આ સીરિઝ લખી છે.  તેના અન્ય કલાકારોમાં ક્રિતિકા કામરા, સાઈ તામ્હણેકર, ગુલશન ગ્રોવર તતા સિદ્ધાર્થ જાધવ સહિતના કલાકારો હશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *