કિડ્ઝ વેરની બ્રાન્ડ પછી નવું સાહસ.આલિયાએ અગાઉ કિડ્ઝ અને મેટરનિટી વેરની બ્રાન્ડને 300 કરોડમાં વેચી દીધી હતી.
આલિયા ભટ્ટે અગાઉ કિડ્ઝ વેરની બ્રાન્ડ શરુ કર્યા બાદ હવે કિડ્ઝ માટે બૂક્સ પબ્લિશિંગમાં પણ ઝંપલાવ્યું છે. તેની પહેલી બૂક આગામી તા. ૧૬મીએ રીલિઝ કરાશે. આલિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા મુજબ આ બૂક એક ચિત્રકથા હશે. તેમાં કેટલાંક એનિમેટેડ પાત્રો જોવા મળશે. આલિયાના ચાહકોએ તેને આ નવાં સાહસ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે આલિયાએ અગાઉ કિડઝ વેર તથા મેટરનિટી વેર માટે એક બ્રાન્ડ શરુ કરી હતી. કેટલાંક નવાં પેરેન્ટ બનેલાં સેલિબ્રિટી કપલને આલિયાએ પોતાન ીઆ બ્રાન્ડની જુદી જુદી ચીજો ગિફ્ટ કરી હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ હતી. બાદમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે આલિયાએ પોતાની આ બ્રાન્ડને ૩૦૦થી ૩૫૦ કરોડમાં વેચી દીધી છે. જોકે, હવે આલિયાએ પોતાની એ કિડ્ઝ બ્રાન્ડના ઉલ્લેખ સાથે જ પોતે આ બ્રાન્ડનું વિસ્તરણ કરી રહી હોવાની જાહેરાત કરી છે.