મેષ : વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા જણાય. બપોર પછી કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ- શ્રમ જણાય.
વૃષભ : દિવસનો પ્રારંભ ઉચાટ- ઉદ્વેગથી થાય જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત શાંતિ થતા જાય.
મિથુન : બપોર સુધી કામકાજમાં સાનુકૂળતા મળી રહે પરંતુ ત્યારબાદ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ધીરે ચલાવવું.
કર્ક : આપના કાર્યમાં કુટુંબ- પરિવારનો સાથ મળી રહે. બપોર પછી ભાઈભાંડુ વર્ગ- સગા- સંબંધી વર્ગ, કામમાં વ્યસ્ત રહેવું પડે.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. બેંકના, વીમા, કંપનીના, શેરોના કામમાં આપને સાનુકૂળતા રહે.
કન્યા : માનસિક પરિતાપ, વ્યગ્રતામાં દિવસ પસાર થાય વિચારોની દ્વિધા- અસમંજસને લીધે નિર્ણય લેવામાં તકલીફ પડે.
તુલા : સંતાનના કામકાજમાં વ્યસ્ત રહો, દિવસ પસાર થતો જાય તેમ કામમાં આપને રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય, ખર્ચ જણાય.
વૃશ્ચિક : પિતૃપક્ષના કામકાજ અંગે દિવસના પ્રારંભથી વ્યસ્ત રહો, જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. હર્ષ-લાભ જણાય.
ધન : જેમ- જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામ અંગેની વ્યસ્તતા વધતી જાય ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મકર : દિવસનો પ્રારંભ સુસ્તી- બેચેનીથી થાય પરંતુ દિવસ પસાર થાય તેમ આપને સારું લાગે. આપના કામમાં વ્યસ્ત થતા જાવ.
કુંભ : ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતનું આયોજન ગોઠવાય બપોર પછી આપને તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે.
મીન : મોસાળ પક્ષ- સાસરી પક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અગત્યના નિર્ણય લેવામાં આપને સરળતા રહે.