વાંચો તમારું 01 જૂન 2024નું રાશિ ભવિષ્ય

મેષ : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં રૂકાવટ, મુશ્કેલી રહે. માનસિક પરિતાપ વ્યગ્રતા રહે. નાણાંકીય વ્યવહારોમાં સંભાળવું.

વૃષભ : વાણીની સંયમતા રાખીને દિવસ પસાર કરી લેવો. સીઝનલ ધંધામાં મુશ્કેલી અનુભવાય. પરદેશના કામમાં ધ્યાન રાખવું.

મિથુન : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરવાનો પ્રયાસ કરો. જમીન- મકાન- વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

કર્ક : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપે સંભાળવું પડે. યાત્રા- પ્રવાસમાં આપે ઉતાવળ કરવી નહીં

સિંહ : બેંકના, વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક વ્યવહારિક કામમાં આપે ધીરજ રાખવી.

કન્યા : અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં પ્રતિકૂળતા જણાય. સાંસારિક જીવનમાં વાદ- વિવાદથી સંભાળવું પડે.

તુલા : મોસાળ પક્ષે- સાસરી પક્ષે બીમારી- ચિંતા ખર્ચનું આવરણ આવી જાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

વૃશ્ચિક : મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. સંતાનના પ્રશ્ને ચિંતા- ઉચાટ રહે.

ધન : ઘર- પરિવારની ચિંતાના લીધે કામકાજમાં ધ્યાન આપી શકો નહીં. માતૃપક્ષે બીમારી- ચિંતા ખર્ચ જણાય. સંતાનની ચિંતા રહે.

મકર : નોકર- ચાકર વર્ગની તકલીફના લીધે કામમાં વિલંબ જણાય. અન્યનું કામ કરવામાં આપનું કામ અટકી પડે. વાહન ધીરે ચલાવવું.

કુંભ : આપના કાર્યમાં હરીફ વર્ગ- ઇર્ષ્યા કરનારા વર્ગથી મુશ્કેલી જણાય. ઉઘરાણીના નાણાં ફસાઈ જવાથી નાણાકીય ભીડ અનુભવાય.

મીન : વિચારોની દ્વિધા- અસમંજસતા અનુભવાય, આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *