બાંધકામ પૂર્ણ થયું, હવે માત્ર ફિનિશિંગ બાકી.
ઋષિ કપૂર અને નીતુ સિંહને રાજ કપૂર તરફથી વારસામાં મળેલા બંગલો તોડીને રિડેવલપ કર્યો.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આગામી દિવાળી સુધીમાં તેમના નવા બંગલામાં શિફ્ટ થઈ જશે. બંગલાનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ફિનિશિંગ જ બાકી છે. રણબીર, આલિયા તથા નીતુ સિંહ અવારનવાર આ બંગલાના બાંધકામની તપાસ માટે સાઈટ્સ પર આવતાં હોય છે. આ બંગલો રાજ કપૂર દ્વારા સ્વ. ઋષિ કપૂરને વારસામાં અપાયો હતો. રણબીરનું બાળપણ એ બંગલામાં જ વીત્યું હતું. ઋષિ કપૂર હયાત હતા ત્યારે જ તેમણે આ બંગલાનિે તોડીને તેની જગ્યાએ નવું એપાર્ટમેન્ટ સ્ટાઈલ મેન્શન તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. તે પછી લાંબા સમયથી દાદા તથા દાદીની યાદગીરીમાં આ બંગલાને ‘કૃષ્ણા રાજ’ નામ અપાયું છે. આ બંગલામાં રણબીર અને આલિયા ઉપરાંત નીતુ સિંહ માટે , રાહા માટે તેમજ રણબીરની બહેન રિદ્ધિમા માટે પણ અલાયદો ફલોર હશે.