
જો વ્યક્તિ ઈચ્છે તો બધું જ શક્ય છે આજે, દક્ષિણ ભારતમાં લગભગ દરેક જગ્યાએ, તમને પ્લાસ્ટિકની પ્લેટને બદલે કેળાના પાંદડાની પ્લેટ મળશે, જે પ્રકૃતિને અનુકૂળ છે. આપણે પણ પ્રયત્ન કરીએ સમગ્ર દેશમાં દક્ષિણ ભારતની માફક વ્યાપક પ્રમાણમાં કેળને પણ વાવીએ. અને તેનો ઉપયોગ દક્ષિણ ભારતની જેમ ભારતના અન્ય તમામ ભાગો પણ કરતા થાય .
ચાલો સાયન્ટિફિક ઢબે_વૃક્ષો વાવીએ. અથવા કોઈ વાવતું હોય તો મદદ કરીએ. સાથે સાથે જુના કપડા નો ઉપયોગ કરી તેમાંથી થેલી બનાવી તેનો ઉપયોગ કરીએ.દુકાનદારો, ફ્રુટ વિક્રેતાઓ પણ જુના કપડાનો ઉપયોગ કરી અને નાની મોટી થેલી બનાવી અને ગ્રાહકોને આપતા થાય.સ્વૈચ્છિક સંસ્થાઓ પણ શક્ય હોય તો જુના કપડા ભેગા કરી અને તેમાંથી થેલી બનાવી અને નજીવા દરે અથવા તો વિનામૂલ્ય અથવા તો પડતર ભાવે વિતરણ કરતા થાય.
તો પ્લાસ્ટિક મુક્ત ભારત જલ્દીથી શક્ય બનશે. સાથે સાથે સરકાર દ્વારા જે લોકો પ્લાસ્ટિક ઉત્પાદન સાથે સંકળાયેલા છે તેમને મજબૂત કાચના ઉત્પાદન માટે જરૂરી સામગ્રી વિના મલ્ય પૂરી પાડે , અથવા તો જેવા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે તેઓ આ રીતે કાપડની થેલીઓ બનાવતા થાય તો પણ તેમને પ્રોફિટ થતો રહેશે અને તેમની સાથે જોડાયેલા લોકોને રોજગારી મળતી રહેશે અને સરકાર દ્વારા પણ પ્લાસ્ટિક ઉત્પાદન સાથે જોડાયેલા હોય ને વિશેષ પ્રોત્સાહન આપતી જોગવાઈ પણ કરવામાં આવે.. જેથી કરીને તેઓ પ્લાસ્ટિકના બિઝનેસ માંથી નીકળી શકે..
નમ્ર વિનંતી છે અને સજેશન છે.
રાજેશ જે ભાતેલિયા
પ્રમુખ
નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટ યુનિટ રાજકોટ