ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારતના વધુ એક વોન્ટેડ ગેંગસ્ટરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કેનેડાના વિનીપેગમાં શહેરમાં કરવામાં આવી છે.

હાલ ભારત અને કેનેડા વચ્ચે હરદીપ નિજ્જરની હત્યાને લઈને કડવાશ કડવાશ વધી છે ત્યારે હવે  પંજાબમાંથી ભાગીને કેનેડામાં બેઠેલા એક કેટેગરીના ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુન્નાકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપી સુખા દુન્નાકે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હતો અને NIAની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુખા પણ કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો દ્વારા ખંડણીનું કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *