ગુજરાત હાઇકોર્ટમાં લાગી આગ

અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટમાં આગ લાગવાની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. સુત્રમાંથી મળતી માહિતી મુજબ આ આગ એડવોકેટના રુમમાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યુ છે. આગ લાગવાની ઘટના જાણ ફાયર વિભાગને થતા ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર 5ની અંદર આવેલા વકીલોના રુમમાં ACમાં શોર્ટ થવાના કારણે આગ લાગી હતી. આ આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ધૂમાડો ફેલાયો હતો અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.હાલ આ આગથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *