સુપરસ્ટાર રજનીકાંત આજે CM યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ ‘જેલર’ જોવા જશે

સુપરસ્ટાર રજનીકાંત આજે CM યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરશે. રજનીકાંત શુક્રવારે લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન રજનીકાંતે જણાવ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પોતાની ફિલ્મ જેલર જોશે. આ પહેલા ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રજનીકાંતે નેલ્સન દિલીપ કુમાર દ્વારા દમદાર વાપસી કરી છે. ફિલ્મની રિલીઝને હજું એક અઠવાડિયું થયુ છે. પ્રથમ દિવસથી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ  મળી રહ્યો છે.

એરપોર્ટ પર મીડિયાએ રજનીકાંતને તેમની ફિલ્મની સફળતા પર સવાલ કર્યો તો તેમણે ઉપર ઈશ્વર તરફ ઈશારો કરીને કહ્યું કે, બધી ભગવાનની કૃપા છે. અભિનેતા રજનીકાંત ત્રણ દિવસના યુપી પ્રવાસ પર છે. તેઓ 18 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધી યુપીમાં રહેશે. આ દરમિયાન અભિનેતા અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી શકે છે. રજનીકાંત આ અગાઉ વર્ષ 2021માં પણ ઉત્તર પ્રદેશના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના કેટલાક લોકેશન પર પોતાની ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું. રજનીકાંત આજે સીએમ યોગી સાથે મુલાકાત કરશે.

સીએમ યોગી આદિત્યાનાથ અને રજનીકાંત આજે સાથે મળીને ફિલ્મ જેલર જોશે. આ અવસર ખૂબ જ અનોખો હશે. કારણ કે, સીએમ યોગી ભાગ્યે જ ફિલ્મ જોવા માટે જતા હોય છે. આ અગાઉ સીએમ યોગી પોતાની આખી કેબિનેટ સાથે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા માટે ગયા હતા. તેમના માટે લોકભવનમાં સ્પેશિયલ સ્ક્રનિંગ રાખવામાં આવી હતી. આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું હતું કે, લવ જેહાદ માનવતા વિરુદ્ધ અઘોષિત આતંકવાદનો એજન્ડા છે. આ ફિલ્મ લવ જેહાદ પ્રતિ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કરે છે. દરેક સભ્ય નાગરિક અને સમાજે આ વિકૃતિ પ્રત્યે જાગૃત થવું પડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *