સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ વચ્ચે 50થી વધુ શિક્ષક શિક્ષક અભિયોગ્યતા કશોટીમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવશે. આ કામગીરીમાં શિક્ષક બે દિવસ કામગીરી કરશે તેના કારણે તેને બે દિવસની રજા મળશે આ બે દિવસ શિક્ષક વર્ગખંડમાં અભ્યાસ કરાવી શકશે નહી તેથી બાળકોનું શિક્ષણ બગડશે.

 સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટલીક સ્કૂલોને બાદ કરતાં શિક્ષણની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનું મુખ્ય કારણ શિક્ષકોને ઇતર પ્રવૃત્તિમાં જોડી દેવામાં આવે છે. હાલમાં શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ છ થી આઠની તાલીમ એકમ કસોટી ગુણોત્સવ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત બાળકોને કેટલું અક્ષર જ્ઞાન છે તેની ચકાસણી માટે પણ કામગીરી ચાલી રહી છે. હાલમાં અનેક શિક્ષકોની ઘટ હોવાથી એક શિક્ષકે એક કરતાં વધુ ધોરણ ભણાવવા પડે છે અને તેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. આ ઓછું હોય તેમ આગામી રવિવારે શિક્ષક અભિયોગ્યતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સરકારી પ્રતિનિધિ તરીકે શિક્ષણ સમિતિના 50 થી વધુ શિક્ષકો કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. આ કામગીરી માટે આવતીકાલે એક બેઠક થશે તેમાં શિક્ષકોએ હાજરી આપવી પડશે મિટિંગમાં હાજરી હોવાથી આ શિક્ષકો વર્ગખંડમાં બાળકોને શિક્ષણ આપી શકશે નહીં. આ ઉપરાંત રવિવારે પરીક્ષામાં હાજરી આપશે તેથી તેની પણ એક વળતર રજા શિક્ષકોને મળશે તેથી બે દિવસ તેઓ વર્ગખંડમાં બાળકોને અભ્યાસ કરાવી શકશે નહીં તેથી બે દિવસનું બાળકોનું શિક્ષણ બગડશે. આમ ઇતર પ્રવૃત્તિમાં શિક્ષકોને વધુમાં વધુ ઉપયોગ કરવામા આવી રહ્યો છે તેની માઠી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *