સાઉથ એકટ્રેસ સામંથા રૂથ પ્રભુના ઘરે નવા મેમ્બરની એન્ટ્રી

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાની એક્ટીંગથી લઇને સુંદરતાના કારણે સતત ચર્ચામાં રહેતી અબિનેત્રી છે. જોકે, એકટ્રેસે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે એક્ટિંગમાંથી એક વર્ષનો બ્રેક લીધો છે. હવે એકટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે નવા સભ્યનો પરિચય કરાવી રહી છે. 

સામંથાએ નવા સભ્યનો ફોટો શેર કર્યો: સામંથાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે નવા સભ્યને ગળે લગાડતી જોવા મળે છે. સામંથાના ઘરે જે નવો સભ્ય આવ્યો તે બીજું કોઈ નહીં પણ તેની નવી પાલતુ કિટ્ટી છે. જેનું નામ તેણે ગિલોટ્ટો રાખ્યું છે.

સામન્થા પાસે બે પાલતુ કૂતરા સાશા અને હેશ હતા અને હવે તેના પરિવારમાં અન્ય એક સભ્ય જોડાયો છે. સામંથાએ તેની કીટીને ગળે લગાડતો ફોટો શેર કર્યો છે. ફોટોમાં, સામંથા લાલ રંગનો નાઈટસૂટ પહેરેલી જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે સામંથાએ લખ્યું- Gelato morning to you.

સામંથાની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો,સામંથાએ હાલમાં જ સિટાડેલ ઈન્ડિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે હાલમાં તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ સિવાય સામંથા વિજયદેવરકોંડા સાથે ફિલ્મ ખુશીમાં નજર આવશે. 

https://www.instagram.com/p/Cu53TMQLMcE/?utm_source=ig_web_copy_link