માત્ર 28 વર્ષિય પાકિસ્તાની સ્ટાર સ્નુકર પ્લેયર અને એશિયન અંડર-21 માં રજતચંદ્ર વિજેતા માજીક અલીએ ગુરુવારના રોજ પંજાબના ફૈસલાબાદ પાસે તેના વતન સમુદ્રી ખાતે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસના જણાવ્યા માજિદની ઉંમર માત્ર 28 વર્ષની હતી અને રમવાના દિવસોમાં ટેન્શનમાં ફરતો હતો. પોલિસના કહેવા પ્રમાણે લાકડા કાપવાના મશીનથી આત્મહત્યા કરી લીધી હતી. તેણે આંતરરાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. અને નેશનલ સર્કિટમાં ટોપ સ્નુકર પ્લેયર હતો.
પાકિસ્તાનમાં એક મહિનામાં બે સ્નૂકર પ્લેયરના મોત
માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં એક જ મહિનામાં આ બીજા સ્નૂકર પ્લેયરનું મોત થયુ છે. હજુ તો ગયા મહિને પાકિસ્તાનના સ્નૂકર ચેમ્પિયન મોહમ્મદ બિલાલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજ્યુ હતું. મજીદના ભાઈ ઉમર સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, માજીદ કિશોરવસ્થાથી તણાવ અને ડિપ્રેશનથી પીડાતો હતો અને હાલમાં જ અન્ય એક ખરાબ ઘટનો સામનો કરી રહ્યો હતો. ઉમરનું કહેવુ છે તે આ રીતે આત્મહત્યા કરી લેશે તેવું ક્યારેય વિચાર્યુ પણ નહોતું.
માજીદનું મોતથી સમગ્ર સ્નુકર જગત દુખી છે: સ્નુકરના અધ્યક્ષ આલમગીર શેખ
પાકિસ્તાન બિલિયર્ડસ અને સ્નુકરના અધ્યક્ષ આલમગીર શેખે મજીદ વિશે વાત કરતા કહ્યું હતુ કે, માજીદનું મોતથી સમગ્ર સ્નુકર જગત દુખી છે.વધુમા વાત કરતા શેખે કહ્યું કે, માજીદની બહુજ પ્રતિભાશાળી હતો અને એક યુવાન હતો અને અમને તેના પર પાકિસ્તાનનું નામ રોશન કરવાનો ગર્વ હતો. અને માજીદને કોઈ આર્થિક સમસ્યા નહોતી. સ્કુનર દેશમાં એક હાઈ પ્રોફાઈલ રમત બની ગઈ છે.