ખારીવાવ ગામે દીપડો કુવામાં ખાબક્યો

વન વિભાગે કૂવામાં પીંજરું ઉતારી દીપડાને રેસ્ક્યું કર્યો. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના ખારીવાવ ગામે દીપડો કુવામાં ખાબક્યો હતો ગ્રામજનોએ વન વિભાગને જન કરતા હવામાન ઉતારી રેકસ્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો હતો.જેતપુરપાવી તાલુકાના ખારીવાવ ગામે મઘરાત્રીએ દીપડો કુવામાં ખાબક્યો હતો જેની ગામલોકોએ જેતપુરપાવી રેન્જને જાણ કરતાં છોટાઉદેપુર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી કુવામાં પાંજરું ઉતારી દીપડાનું રેકસ્યુ હાથ ધર્યું હતું,પાંજરે પુરાયેલા દીપડાને હાલ ડુંગરવાંટ રેકસ્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે જ્યાં તેની મેડિકલ તપાસ કરી આધિકારીઓના માર્ગદર્શન મુજબ જંગલમાં મુક્ત કરાશે.