વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોમિયાઓ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની ફરિયાદો મળતી હોય છે. જેને કારણે મહિલા પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં સાદા વેશમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.
ફતેગંજ બ્રિજ નીચે આવી જ રીતે કેટલાક યુવકો આવતી જતી મહિલાઓ સામે બીભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાની વિગતોને પગલે ફતેગંજ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ દ્વારા સાદા વેશમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જે દરમિયાન એક યુવક પોલીસને ઓળખી શક્યો ન હતો અને તે આવતી જતી મહિલાઓ ને ઇશારા કરતો હોવાથી મહિલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેનું નામ ચિમનભાઈ પૂનમભાઈ (ન્યુ વીઆઇપી રોડ) હોવાનું ખુલ્યું હતું.