ભારત એ સંતો અને મહંતોની ભૂમિ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં રોજ દત્તબાવની ખૂબ આદરપૂર્વક ગવાય છે. સંત શ્રી રંગ અવધૂત ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે, એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થીઓ અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. દત્તબાવનીનું સર્જન કરીને અનેક શ્રધ્ધાળુઓના મનમાં શ્રધ્ધા ઉભી કરનાર શ્રી રંગઅવધૂત મહારાજે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર દત્ત બાવનીનું સર્જન કર્યું હતું. જે પર (બાવન) કડી ધરાવે છે જે ખુબ લોકપ્રિય છે. તેમણે અવધૂતી આનંદમાં ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નામસ્મરણ, વગેરેનો સમાવેશ થાય છે. પરસ્પર દેવો ભવ : એ તેમનું આધ્યાત્મિક સૂત્ર આપીને તેમણે પોતાની એક સંત તરીકેની ઊંચાઈ સ્થાપિત કરી છે.આ મહાન સંતને ગુરૂ પૂર્ણિમાએ કોટિ કોટિ વંદન.