ત્રીજી વાર ભીષણ આગ
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા વિરાટ એસ્ટેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી.વાઘોડિયા ચોકડી પાસે આવેલા વિરાટ એસ્ટેટમાં સ્ક્રેપના ગોડાઉન આવેલા છે. જેમાં બે મહિનાના ગાળામાં ભીષણ આગ લાગવાના બે બનાવ બન્યા હતા.
ગઈકાલે રાત્રે ફરી એક વખત પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ચારથી પાંચ કિલોમીટર વિસ્તાર સુધી તેની જ્વાળાઓ જોઈ શકાતી હતી.બનાવની ગંભીરતા જોતાં વડોદરા ફાયર મેજર કોલ જાહેર કર્યો હતો અને પાણીગેટ ગાજરાવાડી મકરપુરા અને ઈ.આર.સી. ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. પાંચ થી છ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી.
