જમીનના મૂળ માલિકનો બોગસ મરણ દાખલો બનાવી

ભેજાબાજે જમીન બારોબાર વેચી દીધી

કરજણ તાલુકાના પ્રથમપુરા ગામે આવેલી જમીનના મૂળ માલિક મૂળજીભાઈ નારણભાઈ ગઢવી જુલાઈ 2013 ના રોજ મૃત્યુ પામ્યા છે તેવો બોગસ દાખલો તલાટીના સહી સિક્કાવાળો બનાવીને ભેજાબાજ જીવન ભુરા ગઢવીએ કરજણ મામલતદાર કચેરીમાં રજૂ કરી મૂળજીભાઈનું નામ કમી કરાવી દીધું હતું અને બાદમાં પોતાનું નામ દાખલ કરી આ જમીન પુનિત આશ્રમના ટ્રસ્ટીઓ પુરોહિત યોગેશ કાંતિલાલ અને પંડ્યા મનોજ સુરેશચંદ્રને ટ્રસ્ટના નામે ઓક્ટોબર 2014 ના રોજ રૂ.12 લાખમાં વેચાણ આપી હતી. આ અંગેની હકીકત બહાર આવતા જમીનના મૂળ માલિક મૂળજીભાઈ ગઢવીના પૌત્ર મનુ લાખા ગઢવીએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.