ગઈકાલે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક દર્દનાક ઘટના સામે આવી હતી. 35 વર્ષીય સાક્ષી આહુજાના મૃત્યુથી માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકોને આઘાત લાગ્યો છે. બે બાળકોની માતા સાક્ષી શિક્ષિકા હોવાની સાથે આખા પરિવારનું ધ્યાન રાખતી હતી. બંને બાળકોની ઉંમર માત્ર 7 અને 9 વર્ષની છે.
શું બની સમગ્ર ઘટના?
રવિવારે સવારે સાક્ષી બંને બાળકો સાથે 5.30 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસની સવારી માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચી હતી. તે દિવસે વરસાદ શરૂ થયો હતો ત્યારે પાર્કિંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તે પહાડગંજ તરફના ગેટ નંબર 2 પરના પાર્કિંગમાંથી સ્ટેશન જઈ રહી હતી. ત્યારે સાક્ષીનો પગ લપસ્યો અને તેને પડવાથી બચવા ઇલેક્ટ્રિક પોલ પકડ્યો હતો. ખુલ્લા વાયરને સાક્ષીને વીજ કરંટ લાગ્યો હતો. આ સમયે પણ તેનો માતૃપ્રેમની છબી જોવા મળી હતી. તે સમયે તે તેના બાળકોને દૂર રાખવાનું કહી રહી હતી. આ વાત પરથી જ ઘટનાના ભયાનક દ્રશ્યનો અંદાજો લગાવી શકાય છે.
વંદે ભારતમાં બાળકો સાથે પ્રવાસને લઇ ખૂબ જ ખુશ હતી
જ્યારથી ઉનાળુ વેકેશન શરૂ થયું ત્યારથી સાક્ષીના બંને બાળકો ફરવા જવાની જીદ કરતા હતા. જ્યારે તેમને ખબર પડી કે માતાએ ચંદીગઢની વંદે ભારત એક્સપ્રેસ ટિકિટ બુક કરાવી છે ત્યારે તેમનો ઉત્સાહ બમણો થઈ ગયો. પરંતુ કુદરતે ઘડેલી પરિસ્થતિની તે બાળકોને કલ્પના જ ન હતી કે વીજ કરંટ લાગવાથી તેમની માતા તેનાથી હંમેશા દૂર જતી રહેશે. બે બાળકોની માતાએ જીવ આપીને કોઈની બેદરકારીની કિંમત ચૂકવવી પડી છે.
પરિવારજનોએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો
પરિવારજનોનું કહેવું છે કે, સ્ટેશનની બહાર પાર્કિંગ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું. દિલ્હીને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ પણ શું આ સુવિધા છે? અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે સાક્ષીને છેલ્લી વાર જોઈ રહ્યા છીએ. એક સંબંધીએ કહ્યું, ‘તે ખૂબ જ પીડાદાયક હતું. તેણી તેના બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી. ઘટના સમયે પણ તે બૂમો પાડી રહી હતી કે તેના બાળકોને ત્યાંથી લઈ જાઓ.
हम चंडीगढ़ जा रहे थे। जब मुझे सूचना मिली कि मेरी बेटी साक्षी आहूजा की करंट लगने से मौत हो गई है, तब मैं पार्किंग एरिया में था। ये संबंधित अधिकारी की लापरवाही के कारण हुआ है: मृतक महिला के पिता लोकेश कुमार चोपड़ा
રેલ્વે આ ઘટના અંગે આપ્યું કારણ : બીજી તરફ રેલ્વેનું કહેવું છે કે, ઇન્સ્યુલેશન ફેલ થવાના કારણે કેબલમાંથી કરંટ પોલમાં ઘુસી ગયો હતો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલમાંથી કેટલાક વાયર નીકળી રહ્યા છે. આહુજા પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં રહેતો હતો. તે આર્કિટેક્ટ પણ હતી.