વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે મિસ્રની રાજધાની કેરો (કાહીરા)માં પોતાના સમકક્ષ મુસ્તફા મેડબોવલીનાં નેતૃત્વમાં વરિષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા કરી હતી. આ ગોળમેજી બેઠકમાં બંને દેસો વચ્ચે વ્યાપાર વધારવા અને આર્થિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થઇ હતી.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મિસ્રના મુખ્ય મુફ્તિ ડૉ. શોકી, ઇબ્રાહીમ, અબ્દેલ કરીમા અલ્લમ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ ધાર્મિક મુદ્દાઓ અંગે વડાપ્રધાનની ભારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સૌને સાથે રાખી આગળ આવે છે. તેઓ યુનિટી એમન્ગ ડાઈવર્સીટી (બહુલતામાં એકતા)ના સિધ્ધાંતને યથાયોગ્ય રીતે અનુસરે છે.
વડાપ્રધાને ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તુફા મેકબોવલીનાં નેતૃત્વ નીચે આવેલા ઇન્ડિયા યુનિટ સભ્યો (મંત્રીઓ) સાથે મંત્રણા કરી હતી.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે વ્યાપાર તથા મૂડી રોકાણ નવીનીકરણીય ઊર્જા, હરિત હાઈફોન આઈટીક્ષેત્ર, ડીજીટલ સેલ્સ એન્ડ મર્યેઝ મેડીઅન્સ તથા લોકો વચ્ચે પારસ્પરિક સંવાદ (મંત્રણા) કરવા વિષે પણ ચર્ચા થઈ હતી.