બ્રિટનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનુ શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે. આ ઘટના બર્મિંગહામ શહેરની છે. અહીંયા પસાર થતી કેનાલમાંથી વિદ્યાર્થીને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો પણ તેને બચાવી શકાયો નહોતો.

તામિલનાડુના કોઈમ્બતુર શહેરમાં રહેતા જિવંત શિવકુમાર નામનો વિદ્યાર્થી ગત સપ્ટેમ્બર મહિનામાં જ અભ્યાસ માટે બર્મિંગહામ શહેરમાં આવ્યો હતો અને આ તેની પહેલી બ્રિટન યાત્રા હતી.તેણે બર્મિંગહામ ખાતેની એસ્ટન યુનિવર્સિટીમાં સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ બિઝનેસના અભ્યાસ માટે એડમિશન લીધુ હતુ. આ પહેલા તેણે કોઈમ્બતુરમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બીઈની ડિગ્રી મેળવી હતી.

ભારતીય અંગ્રેજી અખબારના અહેવાલમાં સ્થાનિક પોલીસ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, જિવંતને સવારે સાડા ચાર વાગ્યે કેનાલમાંથી બહાર કાવામાં આવ્યો હતો. સ્થળ પર એમ્બ્યુલન્સ પહેલા જ પહોંચી ચુકી હતી. તેના તબીબી કર્મીઓએ વિદ્યાર્થીને બચાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા પણ છેવટે તેનુ મોત થયુ હતુ.

જિવંતના ભાઈનુ કહેવુ છે કે, જિવંત ભણવામાં હોશિયા હતો.તેની રોજ પરિવાર સાથે વાત પણ થતી હતી. સવાલ એ છે કે, મારો ભાઈ કેનાલ સુધી કેવી રીતે પહોંચ્યો. તેની પાછળ કોઈ કાવતરુ તો નથી ને તેની તપાસ થવી જોઈએ.

જિવંતના મિત્રોનુ કહેવુ છે કે, લાઈબ્રેરી જવાનુ કહીને તે ફ્લેટ પરથીનિકળ્યો હતો પણ રાત્રે સાડા નવ સુધી તે પાછો ના ફરતા તેની સાથે રહેતા મિત્રોએ તેને ફોન કર્યો હતો. શિવકુમારે કહ્યુ હતુ કે, મને થોડુ મોડુ થશે પણ મોડી રાત સુધી તે પાછો નહીં આવા મિત્રોએ ફરી તેને ફોન કર્યો હતો. જોકે તેના ફોનનો જવાબ મળ્યો નહોતો અને અડધી રાત બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો.

By admin