પોતાનું ઘર હોય તેવું દરેક વ્યક્તિને એક સ્વપ્ન હોય છે. ભારતમાં ઘરની સાથે ઈમોશનલ એંગલ જોડાયેલ છે. આ માટે લોકો નોકરી શરૂ કરીને સૌથી પહેલા ઘર અને મકાન ખરીદી લે છે. મેટ્રો શહેરોમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલના અમુક વર્ષોમાં આ ઝડપથી એટલા માટે સંભવ થઇ ગયું છે કે લોકોને ઝડપથી હોમ લોન મળી રહે છે. ડાઉન પેમેન્ટમાં બચત ભરી દે છે અથવા ઘરના લોકોની મદદ લેતા હોય છે. હકીકતમાં, આ દિવસોમાં ઘર ખરીદવું કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. શું ભાડા પર રહેવાનો કોઈ ફાયદો છે? ખરેખર, ઘર ખરીદવું કે ભાડે રહેવું, બંને નિર્ણય તમારી આવક પર આધારિત છે. આવક અને જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેશો તો તમારે આર્થિક રીતે વિચારવું નહીં પડે.
પગાર અને EMI વચ્ચે તાલમેલ જરૂરી
પ્રથમ સવાલ તે થાય કે તમારે ઘર ક્યારે ખરીદવું જોઈએ? આનો જવાબ છે કે કેટલા રૂપિયાનું ઘર છે અને તમારો પગાર કેટલો છે. સરળ ફોર્મ્યુલા એ છે કે હોમ લોનનો હપ્તો તમારા પગારના મહત્તમ 20 થી 25 ટકા હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારો માસિક પગાર 1 લાખ રૂપિયા છે, તો તમે દર મહિને 25,000 રૂપિયાની EMI સરળતાથી ચૂકવી શકો છો.
પરંતુ જો પગાર પચાસથી સીતેર હજાર રૂપિયા વચ્ચે છે અને હોમ લોન લઈને ઘર ખરીદી છો તો તેનો હપ્તો પચીસ હજાર રૂપિયા માસિક આવે તો આર્થિક રીતે આ ફેંસલો ખોટો સાબિત થઇ શકે છે. કેમ કે હોમ લોન ચુકવવામાં ઓછામાં ઓછો 20 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. જોકે એમ વિચારવું ખોટું છે કે ઘર ખરીદવું જ ના જોઈએ. જો પગારનો 25 ટકા હિસ્સો લોનનો હપ્તો બને તો જરૂરથી ઘર ખરીદવું જોઈએ. જો તમારો પગાર 50થી 70 હજારની વચ્ચે હોય અને ઘરની ઈએમઆઈ 20 હજાર રૂપિયાથી ઓછી રહે તો ઘર ખરીદી શકો છો. એટલે 25 લાખ રૂપિયા સુધીનું ઘર લઇ શકો છો જેની ઈએમઆઈ 20 વર્ષ માટે 20 હજારથી ઓછી આવશે.
જો સેલેરી એક લાખ રૂપિયાથી ઓછી હોય અને ઘરની કિંમત 30 લાખ રૂપિયાથી વધારે હોય તો 50થી 70 હજારની સેલેરીવાળા માટે ભાડા પર જ રહેવું ફાયદાનો સોદો રહેશે. આ દરમિયાન બચત પર ધ્યાન આપો અને જ્યારે પગાર માસિક એક લાખ રૂપિયાની આસપાસ પહોંચી જાય ત્યારે વધારે ડાઉન પેમેન્ટ કરીને ઘર ખરીદી શકો છો. જેટલું વધારે ડાઉન પેમેન્ટ કરશો એટલી જ ઓછી ઈએમઆઈ આવશે. આર્થિક રીતે માનવામાં આવે છે કે કોઈની સેલેરી એક લાખ રૂપિયા છે તો તે 30થી 35 લાખ રૂપિયા સુધીનો ફેંસલો લઇ શકો છો. બીજી તરફ જો માસિક સેલેરી દોઢ લાખ રૂપિયા તો તેમના માટે 50 લાખ રૂપિયા સુધીના મકાન બજેટ માટે યોગ્ય રહેશે. એટલે કોઈ પણ સંજોગોમાં પગારની 25 ટકા રકમ જ હોમ લોનનો હપ્તો થવો જોઈએ.
કરિયર ગ્રોથને લઈને કરો નિર્ણય
આ ઉપરાંત દરેકે પોતાની જરૂરિયાત અનુસાર હિસાબથી ફેંસલો લેવો જોઈએ. તમે શું કામ કરો છો ? તમારી જોબ પ્રોફાઈલ શું છે ? તેના આધારે ફેંસલો લેવો જોઈએ. જો તમે સૌથી પહેલા ઘર લઇ લો છો તો એક શહેરમાં મર્યાદિત થઇ જશો. મોટાભાગના લોકો કરિયર ગ્રોથને કારણે પ્રારંભિક સમયમાં એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થઇ જાય છે. જોકે નોકરી પહેલા ઘર ખરીદવા પર લોકો નોકરી બદલવાની સ્થિતિમાં રહેતા નથી. કેમ કે એક નવા શહેરમાં જઈને ભાડા પર રહેવું અને પછી પોતાના ઘરને ભાડા પર આપવું યોગ્ય સમજતા નથી. આ સાથે જ જો સેક્યોર જોબ નથી તો પછી ઉતાવળમાં ઘર ખરીદો નહી.
યોગ્ય લોકેશનની પસંદગી જરૂરી
જો તમે મકાન ખરીદવાનો નિર્ણય કરી લીધો છે તો પછી પ્રોપર્ટીની પસંદગી યોગ્ય રીતે કરો. જો ફ્લેટ ખરીદવો હોય તો એવા લોકેશનમાં ખરીદો જ્યાં ભાડાની સારી રકમ મળી રહે. આ સાથે ફ્લેટની કિંમતમાં વાર્ષિક આઠથી દસ ટકાની વૃદ્ધિ થાય. જેથી મોંઘવારીના હિસાબથી ફ્લેટની કિંમત વધતી જશે અને જ્યારે હોમ લોન ચુકવણી થઇ જાય એટલે કે 20 વર્ષ બાદ ફ્લેટની તત્કાલીન કિંમત ખરીદ કિંમતની સરખામણીમાં ઓછામાં ઓછી ત્રણ ગણી થવી જોઈએ.
નોંધપાત્ર વાત એ છે કે, કેટલાક લોકો તેમની પ્રથમ નોકરીની સાથે ઘર અને કાર ખરીદીને EMIનો બોજ પોતાના પર નાખે છે, જે પાછળથી સાવ ખોટો નિર્ણય સાબિત થાય છે. તેથી જરૂરિયાત મુજબ નિર્ણય લો. જો તમે કમાણીના આધારે નિર્ણય લો છો, તો તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અન્ય એક કામની વાત તે છે કે પ્રથમ નોકરીની સાથે જ જો બચતની શરૂઆત કરી દો તો 40 વર્ષની ઉંમરમાં નિવૃત્તિને લઈને નિરાંત થઇ શકે છે.