એક્ટર રાજીવ ખંડેલવાલ ટીવી, ફિલ્મ, ઓટીટી માટે જાણીતું નામ છે. આ એક્ટેરે પોતાને શાનદાર અભિનયથી દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. પરંતૂ ગ્લેમર ઈન્ડસ્ટ્રીની ઝગમગાટ પાછળની વાસ્તવિકતા કંઈક બીજી જ છે. કાસ્ટિંગ કાઉચના સમાચાર અવારનવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જો તમને લાગતું હોય કે આવું માત્ર છોકરીઓ સાથે જ થાય છે, તો એવુ નથી. છોકરાઓએ પણ આ બધું સહન કરવું પડે છે.
હવે રાજીવે પણ પોતાના સાથે થયેલા અનુભવને લઇને ખુલાસો કર્યો છે. રાજીવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી છોકરીઓ માટે એટલી જ મુશ્કેલ છે જેટલી છોકરાઓ માટે છે.
એક ઇન્ટરવ્હમાં રાજીવ ખંડેરવાલ પોતાના સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કરતા કહે છે કે, ” જ્યારે છોકરીઓ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરે છે તો, ત્યારે તેને વધુ ગંભીરતાથી લેવામાં આવે છે પરંતૂ કાસ્ટિંગ કાઉચ છોકરાઓ સાથે પણ થાય છે, પરંતુ છોકરાઓ તેના વિશે વધુ વાત કરતા નથી. કાસ્ટિંગ કાઉચ મારી સાથે પણ થયું છે, પણ આપણો સમાજ વિચારે છે કે, હા એ ઠીક છે, તે છોકરો છે, એટલે તેણે બદુ મેનેજ કરી લીધુ હશે.’
રાજીવે કહ્યું કે છોકરાઓ આવી પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જાય છે. “છોકરાઓને બનાવવામાં જ એ રીતે આવ્યા છે કે, કાલે જો મારી પાસે કાસ્ટિંગ કાઉચ થાય તો… હું પાછો આવીશ અને કહીશ, મેં ડીલ કરી લીધી છે. હવે હું પાછો આવ્યો છું.” જો કે, રાજીવ કહે છે કે, છોકરીઓ ઘણીવાર આવા અનુભવો પછી ગંદુ ફિલ કરવા લાગે છે.પરંતૂ મારા સાથે આવુ નથી થયુ.
રાજીવે કહ્યું- કે, હું તે વ્યક્તિને મારા મનમાં ગાળ આપીશ અને કહીશ સોરી બોસ…હું આ બધુ નથી કરવાનો…મેન અને ફિમેલની બનાવટ અલગ –અલગ હોય છે, જો કે, આજે વસ્તુઓ બદલાઇ ગઇ છે. રાજીવ કહે છે કે, જો છોકરીઓ સાથે કંઇક ખરાબ થાય છે તો લોકો વધુ રિએક્ટ કરે છે.એક છોકરીના કાસ્ટિંગ કાઉચના અનુભવ અને છોકરાના કાસ્ટિંગ કાઉચના અનુભવ પર લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપે છે.