બકરી ઈદ માટે એડવાઈઝરી બહાર પડાઈ

દેશભરમાં 29મી જૂને ઈદ-ઉલ-અઝહાનો તહેવારમાં ઉજવવામાં આવશે. ત્યારે અન્યોની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાએ એડવાઈજરી બહાર પાડી છે, જેમાં બદરી ઈદને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એડવાઈજરીમાં મુસ્લિમોને કહેવાયું છે કે, તેઓ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદ નિમિત્તે પ્રાણીઓની કુરબાનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર ન કરે… ઈસ્લામિક સેન્ટરના પ્રમુખ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ એડવાઈજરીમાં જણાવ્યું છે કે, મુસ્લિમ સમુદાયે સુનિશ્ચિત કરવું જોઈએ કે, તેઓ માત્ર કાયદાકીય પ્રતિબંધ ન હોય તેવા જ પ્રાણીઓની કુરબાની આપે.

કુરબાની આપતી વખતે કાયદાકીય જોગવાઈ ધ્યાને રાખો

લખનઉ ઈદગાહના ઈમામ મૌલાના ફિરંગી મહલીએ જણાવ્યું કે, કુરબાની આપતી વખતે કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખવી જોઈએ તેમજ સ્વચ્છતા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું કે, કુરબાનીની તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવા જોઈએ. તેમણે કહ્યું કે, કોઈપણ ખુલ્લી જગ્યા કે રસ્તાના કિનારે કે જાહેર સ્થળોએ કુરબાની ન આપવી જોઈએ.

પ્રાણીઓનો કચરા અંગે એડવાઈઝરીમાં શું કહેવાયું ?

એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે કે, કુરબાની બાદ પ્રાણીઓનો કચરો રસ્તાઓ કે જાહેર સ્થળો પર ન ફેંકવો જોઈએ, પરંતુ તેને મ્યુનિસિપલ ડસ્ટબિનની અંદર જ નાખવો જોઈએ. કુરબાની કરતી વખતે આપણે બીજાની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.

કુરબાની કરાયેલા જાનવરોનું લોહી ગટરોમાં ન નાખો

એડવાઈઝરીમાં જણાવાયું છે કે, કુરબાની અપાયેલા જાનવરોનું લોહી ગટરોમાં ન નાખવું જોઈએ. તેમજ પશુઓના માંસ પેક કરીને જ વિતરણ કરવું જોઈએ. કુરબાની કરાયેલા જાનવરનો એક તૃતિયાંશ ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચવામાં આવે.