શીના બોરા હત્યા કેસમાં સુનાવણી ઝડપથી ચલાવવા માટે વિશેષ કોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યો છે. આ કેસમાં શીનાની માતા ઈન્દ્રાણી મુખરજી સહિત ચાર આરોપી છે.
મુખ્ય આરોપી ઈન્દ્રાણીએ રોજેરોજ અથવા સાપ્તાહિક ધોરણે ઝડપથી સુનાવણી કરવાની અરજી કર્યા બાદ કોર્ટે આદેશ આપ્યો હતો. વિશેષ સીબીઆઈ જજ નાઈક નિમ્બાળકરે ૨૦ જૂને અરજી માન્ય કરી હતી.
અરજીમાં ઈન્દ્રાણીએ જણાવ્યું હતું ક ૭૧ સાક્ષીના નિવેદન નોંધાયા છે અને વધુ ૯૨ સાક્ષીની યાદી અપાઈ છે. સુનાવણી ઝડપથી થતી નહોવાથી ઝડપી સુનાવણીના મૂળભૂત અધિકારને ધ્યાનમાં લેવામાં આવે. એજન્સીએ દલીલ કરી હતી કે બચાલ પક્ષ દ્વારા છૂટી છવાઈ અરજીઓ કરવામાં આવતાં અને હેતુપૂર્વકઉલટતપાસ સમયસર પૂરી નહીં કરવાના પ્રયાસને કારણે સુનાવણી વિલંબમાં પડી છે.સરકારી પક્ષ વિલંબ માટે જવાબદાર નહોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું.
બંને પક્ષની સુનાવણી બાદ કોર્ટે ઈન્દ્રાણીની અરજીને માન્ય રાખીને સીબીઆઈને ઝડપથી કામ ચલાવવા નિર્દેશ આપ્યો છે.દર પહેલા ગુરુવારે અને પહેલા શુક્રવારે અને દર ત્રીજા ગુરુવારે અને ત્રીજા શુક્રવારે સુનાવણીની તારીખો નક્કી કરવામાં આવતી હોવાનું કોર્ટે જણાવ્યુંહતું.
શીનાને કારમાં બેસાડીને ગળું ઘોંટીને મારી નાખવામાં આવી હતી અને તેનો મૃતદેહ રાયગઢના જંગલમાં બાળી નાખવામાં આવ્યો હતો. ઈન્દ્રાણીના ડ્રાઈવરની અન્ય કેસમા ંધરપકડ થતાં ૨૦૧૫માં આ કેસ બહાર આવ્યો હતો. કેસમાં ઈન્દ્રાણીના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ત્યાર પછીના પતિ પીટર મુખરજી પણ આરોપી છે. હાલ તમામ જામીન પર મુક્ત છે.