બ્રિટિશ ઉદ્યોગપતિ ક્રિસ બ્રાઉન ટાઇટેનિકના કાટમાળની મુલાકાત લેવા માટે છેલ્લી ઘડીના સાહસ વિશે તેમનો વિચાર બદલવા માટે પોતાના સિતારાઓનો આભાર માને છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમેન બ્રાઉન તેના મિત્ર અને બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ સાથે સબમરીનમાં જવાના હતા
ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ ક્રિસ બ્રાઉને કહ્યું કે, શા માટે તેણે છેલ્લી ક્ષણે આ સફર પર જવાની ના પાડી. ક્રિસ બ્રાઉન કહે છે કે, ટાઉટેનિકનો કાટમાળ જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતો અને મેં તેના માટે પૈસા પણ ચૂકવ્યા હતા, પરંતુ જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા હતા, મારી આતુરતા ચિંતામાં ફેરવાઈ રહી હતી, પછી મેં તેના વિશે થોડુ રિસર્ચ શરૂ કર્યું અને પછી મેં જોયું કે, સબમરીનમાં કોમ્પ્યુટર ગેમ સ્ટાઈલ કંટ્રોલ સાથે જુના સ્કોફોલ્ડીંગ પોલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે જોઇને હું હેરાન થઇ ગયા અને મેં તરત જ ત્યાં જવાનો પ્લાન કેન્સલ કર્યો. એનો અર્થ એ નથી કે, હું જોખમોથી ડરું છું, પરંતુ આ પ્રવાસ પૂરો કરવાનો અર્થ મારો જીવ ગુમાવવાનો હતો. બ્રાઉને વધુમાં જણાવ્યું હતું કે, તેણે કંપનીને મેઈલ કરીને જણાવી દીધુ હતુ કે, તે આ સફરમાં નહી આવી શકે.
મહત્વનું છેકે, ગુમ થયેલા જહાજમાં સવાર પાંચ લોકોના મોત થઇ ગયા છે. ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા માટે સબમરીનમાં પાંચ સભ્યોને લઈ જવાની ક્ષમતા હતી. બોર્ડમાં સવાર એક મુસાફર બ્રિટિશ બિઝનેસમેન છે. બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ (58) એવિએટર, સ્પેસ ટુરિસ્ટ અને દુબઈ સ્થિત એક્શન એવિએશનના ચેરમેન હતા. હેમિશ હાર્ડિંગ એ જ વ્યક્તિ હતા જેમણે નામીબિયાથી ચિત્તા લાવવાના પ્રોજેક્ટમાં ભારત સરકારને ટેકો આપ્યો હતો.
બ્રિટિશ-પાકિસ્તાની બિઝનેસમેન પ્રિન્સ દાઉદ અને તેનો પુત્ર સુલેમાન પણ મુસાફરોની યાદીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસએનગેટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સ્ટોકટન રશ અને ફ્રેન્ચ પાયલોટ પોલ-હેનરી નાર્ગોલેટ પણ સબમરીનમાં સવાર હતા.