શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તથા સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન વચ્ચે અફેરની અફવા ફરી ચગી છે. હાલમાં ફરી આયુગલ કરણ મહેતાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યું હતું. 

ઇબ્રાહિમ અને પલક અલગ-અલગ કારમાં આવ્યા હતા. ઇબ્રાહિમે બ્લેક શર્ટ અને ગ્રે ડેનિમ રહેર્યું હતું. જ્યારે પલકે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. બન્નેને સાથે જોતાં જ તેમના અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. 

અગાઉ, પલકે દાવો કર્યો હતો કે તે અને ઈબ્રાહિમ માત્ર સારા મિત્ર ોછે અને તેઓ હંમેશાં એક ગૂ્રપમાં જ સાથે હરેફરે છે. જોકે, તે અને ઈબ્રાહિમ વારંવાર જે રીતે સાથે દેખાઈ રહ્યાં છે તે પછી આ દાવો માનવો મુશ્કેલ છે. 

ઈન્ટરનેટ પર લોકોએ આ કપલને ઓલરેડી ‘ક્યૂટ કપલ’ કે ‘નાઈસ લૂકીંગ ટુગેધર’ની કોમેન્ટસ આપી જ દીધી છે.

By admin