ફ્લાઈટમાં મુસાફરે જોરજોરથી ‘હાઈજેક’ની વાતો કરવી ભારે પડી,

મુંબઈ-દિલ્હીની વિસ્તારા ફ્લાઈટનાં મુસાફરે ફ્લાઈટ હાઈજેક કરવાની વાત કરી સૌને ચોંકાવી દીધા… પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્તાર ફ્લાઈટ નંબર યુકે996ના કેબિન ક્રૂ મુસાફરોને સીટ બેલ્ટ બાંધવાનું કહી રહ્યા હતા અને લોકોની મદદ કરી રહ્યા હતા, ત્યારે આ દરમિયાન સીટ નંબર 27ઈ પર બેઠેલા વ્યક્તિ જોરજોરથી વાત કરી રહ્યો હતો.

ફ્લાઈટમાં હાઈજેકની વાતો કરનાર મુસાફરની ધરપકડ

એક અધિકારીએ જણાવ્યું કે, તે વ્યક્તિ કહી રહ્યો હતો કે, ‘અમદાવાદમાં ફ્લાઈટ બોર્ડ કરવાની છે… કોઈપણ સમસ્યા હોય તો મને કોલ કરજે… હાઈજેકની પૂરી પ્લાનિંગ છે, તેનું તમામ એક્સેસ છે… ચિંતા ન કરશો…’ આ બાબત સામે આવ્યા બાદ તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની ઉંમર 23 વર્ષ અને તેનું નામ રિતેશ સંજયકુમાર જુનેજા હોવાનું સામે આવ્યું છે.

સૌને ડરાવનાર વ્યક્તિ માનસિક બિમાર

સૂત્રોના જણાવ્યા મુજબ દાવો કરાયો છે કે, તે વ્યક્તિ માનસિક બિમાર હોવાના કારણે ફ્લાઈટમાં આવા પ્રકારની વાતચીત કરી હતી. આ મામલે પોલીસે IPCની કલમ 336 અને 505(2) હેઠળ કેસ દાખલ કર્યો છે અને આગળની વધુ તપાસ કરી રહી છે.