વીજળી પડવાનો આવો નજારો તમે નહીં જોયો હોય…. જુઓ તુર્કીના આ દ્રશ્ય

તુર્કીના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા મુદાન્યા શહેરમાં ગત 16 જૂન 2023ના રોજ હવામાન ખરાબ થયુ હતું. જેમા સતત 50 મિનિટ સુધી વીજળી થતી રહી હતી. એટલે કે, દર 30 સેકન્ડે આવું ભયાનક દ્રશ્ય જોવા મળતુ હતું. આવા આશ્ચર્યજનક અને ભયાનક દ્રશ્યો ભાગ્યે કોઈકવાર જોવા મળતા હોય છે. એસ્ટ્રોફોટોગ્રાફર ઉગર ઈકિઝલરએ આ શાનદાર અને અદભૂત કહી શકાય તેવો નજારો કેમેરામાં કેદ કર્યો હતો. તેમણે આ લાંબી ઘટનાને ટાઈમ લેપ્સ બનાવી લીધી છે. તેના પછી તેની આવી એક તસવીર જાહેર કરવામાં આવી છે.

16 જૂન, 2023ની અડધીરાત્રિએ 50 મિનિટ સુધી સતત વીજળીના કડાકા થતા રહ્યા

ઉગરે તેના કેમેરાથી તેના ઘરના ધાબા પરથી આ ફોટો વીડિયો લીધા હતા. અને કેમેરાને ટાઇમ લેપ્સ મોડ પર સેટ કરીને જતા રહ્યા હતા. 16 જૂન, 2023ની અડધીરાત્રિએ 50 મિનિટ સુધી સતત વીજળીના કડાકા થતા રહ્યા. ઉગરના કહેવા પ્રમાણે તેણે દરેક વીજળી પડતી જોઈ. દરેક વીજળી સુંદર દેખાતી હતી. તે વધુ કહે છે કે, જ્યારે મે દરેક તસ્વીરને એક ફ્રેમમાં મૂકતો હતો ત્યારે મારો આત્મા ધ્રૂજી રહ્યો હતો. અને ભયંકર રીતે ડરી ગયો હતો. આવું ખતરનાક દ્રશ્યો મેં ક્યારેય નથી જોયા.

ત્રણ પ્રકારની કડાકા કરતી વીજળી પડતી જોવા મળે છે

આ તસવીરમાં ત્રણ પ્રકારની કડાકા કરતી વીજળી પડતી દેખાય રહી છે. પહેલા તો તે વાદળો- વાદળોની વચ્ચે છે. એટલે કે તે ત્યાં શરૂ થઈને ત્યાજ પુરી થઈ જાય છે. બીજી જે વાદળોમાંથી જમીન પર આવે છે. એટલે કે વાદળોમાંથી તેઓ જમીન પર પડે છે. ત્રીજી વાદળોમાંથી શરૂ થઈ અને પાણીમાં પડતી દેખાય છે. 

દરેક કડાકા કરતી વીજળીની અંદર 10 કરોડથી 100 કરોડ વોલ્ટ સુધીનો વોલ્ટેજ હોય છે. 

દર વર્ષે આખી દુનિયામાં લગભગ 140 કરોડ વખત વીજળી પડતી હોય છે. એટલે કે દરરોજ લગભગ 30 લાખ વખત પડે છે. દરેક કડાકા કરતી વીજળીની અંદર 10 કરોડથી 100 કરોડ વોલ્ટ સુધીનો વોલ્ટેજ હોય છે. આટલા વોલ્ટેજથી આસપાસના તાપમાનમાં 10 હજાર ડિગ્રી સેલ્સિયસથી 22 હજાર સેલ્સિયલ સુધી વધી જાય છે.