વિદ્યાર્થીઓએે આ વર્ષે લાખ રૃપિયા વધુ ફી ચૂકવવી પડશે

મેડિકલના ઉમેદવારોએ આ વર્ષે રાજ્યની ખાનગી અનએડેડ કોલેજોમાં એડ્મિસશન મેળવવા માટે મોંઘી રકમની ચૂકવણી કરવી પડશે. કારણ ઘણી કોલેજોમાં ફી સ્થિર રહી છે તો ઘણીમાં વાર્ષિક લાખેક રૃપિયા જેટલો ફી વધારો થયો છે.

કેટલીક કોલેજોમાં ફી વધારા પાછળ સંસ્થાકીય ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની સીટ્સ પણ જવાબદાર છે. જેના થકી આવક એ મેનેજમેન્ટને સીધી કમાણી કરાવી આપે છે. અત્યારની ફી પણ પોસાતી ન હોવાનો દાવો કરતાં વાલીઓ વધેલી ફી કઈ રીતે ચૂકવવી તેની ચિંતામં મૂકાયા છે. કારણ કેટલીક કોલેજોમાં વાર્ષિક ૧૦ લાખ જેટલી ફી વસુલાય છે.

સાંગલીની એક સંસ્થામાં ગયા વર્ષે ૪.૮૪ લાખ ફી હતી. જે આ વર્ષે ૭.૫ લાખ પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ ફી ૮.૪ લાખથી ઘટાડી ૪.૮૪ લાખ કરાઈ હતી.

ફી રેગ્યુલેટિંગ ઓથોરિટી (એફઆરએ) ફી વધારાના પ્રસ્તાવ મગાવે ત્યારે અધિકારીઓ ફી નક્કી કરવા માટે આવક-જાવકની બેલેન્સ શીટ તપાસી ત્યાર બાદ જો જરૃર જણાય તો જ ફી વધારાના પ્રસ્તાવને મંજૂરી આપે છે. પરંતુ તેને લીધે વિદ્યાર્થી અને વાલીઓનું ગણિત ખોરવાઈ જતું હોવાનું પણ અનેકવાર બન્યું છે.

પ્રાપ્ત માહિતીનુસાર, ધૂળેની એસીપીએમ કોલેજમાં ગયા વર્ષે સાત લાખ ફી હતી તેને બદલે આ વર્ષે આઠ લાખ ફી કરાી છે. જ્યારે નવી મુંબઈની તેરણા કોલેજમાં પણ આજ ફી ધોરણ છે. નાસિકની વસંતરાવ મેડિકલ કોલેજમાં ગયા વર્ષે ૮.૯૪ લાખને બદલે આ વર્ષે ૯.૬૨ લાખ ફી કરાઈ છે. તો પુણેની કાશીબાઈ નવેલ મેડિકલ કોલેજ ગયા વર્ષના ૧૩.૯૧ લાખને બદલે આ વર્ષે ૧૪.૨૩ લાખ રૃપિયા ટયૂશન ફી વસુલશે. વેદાંતા બાદ સૌથી વધુ ફી રાજ્યમાં આ મેડિકલ કોલેજની છે.