ગીતા જૈને પાલિકા એન્જિનિયરને તમાચા ફટકાર્યા

ભાઇંદરના અપક્ષ ધારાસભ્ય ગીતાજૈને મીરા-ભાઇંદર મહાનગર પાલિકાના એક એન્જિનિયરને થપ્પડ મારી હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય ગીતા જૈને વગર નોટિસે ડિમોલીશન કાર્યવાહી કરવા આવેલા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતા. 

ચોમાસા પહેલા ભાઇંદર  મહાનગર પાલિકાના અધિકારીઓએ કોઇ નોટિસ આપ્યા વગર લોકોના ઘરો તોડી પાડવાની કાર્યવાહી કરવા આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ લોકોની સાથે બળજબરી કરીને તેમ ને ઘરોમાંથી કાઢી મૂક્યા હતા અને તેમના ઘરો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની જાણકારી મળતા જ બપોરે બે વાગ્યે ધારાસભ્ય ગીતા જૈન ઘટના સ્થળે  પહોંચ્યાં હતાં અને તેમણે એન્જિનિયર તથા અન્ય સ્ટાફને આ કાર્યવાહી બંધ કરવાજણાવ્યુ ંહતું. 

ભારે ગુસ્સામાં આવી ગયેલાં ધારાસભ્યએ એન્જિનિયરને થપ્પડ મારી દીધી હતી. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સંખ્યાબંધ લોકોએ તે અંગે જાતભાતની  ટિપ્પણીઓ કરી હતી.