સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો…

કેટલાક મહિના પહેલા સોના – ચાંદીના ભાવમાં તેજી આવે તેવા સંકેતો જોવા મળી રહ્યા હતા. ત્યા એવુ પણ કહેવામાં આવતું હતું કે સોનુ 65000 અને ચાંદી 80000 ને પાર કરી  જશે, પરંતુ હાલની સ્થિતિ તેનાથી બિલકુલ વિરુદ્ધ જોવા મળી રહી છે. છેલ્લા 45 દિવસોમાં સોનાના ભાવમાં 3500 રુપિયાનો ઘટાડો થઈ ચુક્યો છે. જ્યારે ચાંદીમાં ભાવમાં આશરે 8000 રુપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં વ્યાજદરમાં વધારો થશે

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ગઈ વખતે ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ વખતે તેના પર સ્ટોપ બટન દબાવી દીધુ છે. પરંતુ હાલમાં ફેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી મહિનાઓમાં વ્યાજદરમાં વધારો થશે. આવી સ્થિતિમાં ડોલર ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવો એ જાણીએ કે આખરે ભારત અને વિદેશના બજારોમાં સોના અને ચાંદીમાં ક્યા લેવલે વેપાર થઈ રહ્યો છે.

વિદેશોમાં બદલાયું સોના- ચાંદીનું માર્કેટ 

લગભગ છેલ્લા દોઢ મહિનામાં MCX માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે આજે દરેક રીતે ઠંડો પડી ગયો છે. 4 મે ના રોજ સોનાના ભાવ 2055 ડોલર પ્રતિ ઓંસ પર રહ્યા હતા, જે આજે ઘટીને 1947 ડોલર પ્રતિ ઓંસ પર વેપાર થઈ રહ્યા છે,તેનો મતલબ બિલકુલ સાફ જોઈ શકાય છે કે ભવિષ્યમાં સોનાનાં ભાવમાં હજુ 110 ડોલર પ્રતિ ઓંસ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. અને જો તેમા ચાંદીની વાત કરવામાં આવે તો તેમા પણ છેલ્લા દોઢ મહિનામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 4 મે ના રોજ ચાંદીના ભાવ 26.358 ડોલર પ્રતિ ઓંસ પર વેપાર થઈ રહ્યો હતો. જે હાલના સમયમાં 23.163 ડોલર પ્રતિ ઓંસ પર આવી ચુક્યા છે. એટલે તેના પરથી નક્કી થઈ શકે કે ભવિષ્યમાં ચાંદીના ભાવમાં 3.2 ડોલર પ્રતિ ઓંસ પર ઘટાડો થઈ ચુક્યો.